રાતોરાત ૫૦૦+ લોકો કરોડપતી થયા.

A PLUS INFORMATION
0
એક જ રાતમાં કરોડપતિ અને એ પણ ૫૦૦+

ક્યાં? કેમ કરતાં? જરૂર IPL પર સટ્ટો રમ્યા હશે.

ના ભાઇ, એવું કાંઇ નથી. ઇમાનદારી અને મહેનતથી દેશનું નામ ઉંચું કર્યું છે અને એના પરીણામ સ્વરૂપ આ બન્યું છે. અને એ પણ ચેન્નાઈમાં.

કેવી રીતે એ માટે કરીએ માંડીને વાત.

૨૦૧૧ની સાલમાં થલાઈવા અર્થાત તામીલ સુપરસ્ટાર રજનીકાંતના પ્રખર ફેન કમ ભક્ત ગિરીશ માતૃભુતમે એક કંપનીની સ્થાપના કરી હતી. Freshworks Inc. સોફ્ટવેર દ્વારા કસ્ટમર સર્વિસ આપવા માટેનું પ્લેટફોર્મ એમણે તૈયાર કર્યું હતું.

Freshworks Inc. હવે તો એનું કોર્પોરેટ હેડ ક્વાર્ટર કેલીફોર્નિયા ખાતે છે. અને હાલમાં એમણે 1 BN USD IPO સફળ રીતે પુર્ણ કર્યો. કંપનીનું મુલ્ય હવે 10 BN USD થયું છે. અને NASDAQ પર લિસ્ટીંગ થયું. પહેલા જ દિવસે 36 USD લિસ્ટિંગ ભાવની સામે ૩૦% ઉછાળો નોંધાયો. ૪૬.૬૬ USD પર ટ્રેડ થવા લાગ્યો હતો.

મજાની વાત એ છે કે Freshworks Inc ના શેરહોલ્ડર્સને તો ચાંદી થઈ ગઈ. અને ૭૬% શેર હોલ્ડર્સ તો એમના જ ૫૦૦+ કર્મચારીઓ છે. અને એમાંના ૭૦% કર્મચારીઓ ૩૦ વર્ષ કે એનાથી નાની ઉંમરના છે. એ તમામ આ NASDAQ પર લિસ્ટીંગ થયું એના બાદ કરોડપતી બની ગયા.

ગીરીશ માતૃભુતમના મતે આ એક મહત્વનો પડાવ ફક્ત એમની કંપની માટે જ નથી, એક ભારતીય SaaS કંપની વિશ્વસ્તરે નામના કાઢે અને આટલું વેલ્યુએશન ક્રિએટ કરે એ મહત્વની વાત છે.



(SAAS) એમનું મોડેલ B2B SAAS છે. જેમાં કંપનીઓને અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને સર્વિસ આપવામાં, એમના ડેટા મેનેજ કરવામાં, આંતરીક અને કસ્ટમર સાથે કોમ્યુનિકેશન કરવામાં ઝડપ અને ઓટોમેશનની મદદ મળે.

SAAS પ્લેટફોર્મ એટલે એક સ્કેલેબલ (જરૂર પ્રમાણે પથારો વધારી અને સંકેલી શકાય એવો સ્કેલ) મોડેલ હોય છે. ઉદાહરણ તરીકે ઇ-મેઈલ, ઇન-બાઉન્ડ કસ્ટમર કોલ સેન્ટર, કસ્ટમર સપોર્ટ સિસ્ટમ, સેલ્સ મોનીટરીંગ સિસ્ટમ વગેરે જેની મોટા ઓર્ગેનાઇઝેશન હોય કે નાના સ્ટાર્ટઅપ હોય, દરેકને આની જરૂર પડતી હોય છે.

મોરલ:

સ્ટાર્ટઅપ માટે લાંબાગાળાના આયોજન, સ્કેલેબલ બિઝનેસ મોડેલ, પ્રોડક્ટ ઇનોવેશન અને સેલ્સ ઓરીએન્ટેશન બહુ મહત્વના હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top