સફળતાની વાતો

A PLUS INFORMATION
0
સફળ બિઝનેસ મોડલ એટલે? લોકોની કોઈ એક કે એક કરતાં વધુ સમસ્યાઓના હલ કરવા તમારી પાસે ઉકેલ છે. આમાં નફો બાય પ્રોડક્ટ છે.

લાંબાગાળાના સ્થિરતા સાથે પ્રગતિ કરતા વ્યવસાય વિશે વાત કરીએ તો અત્યારે તમે જુની માનસિકતા કે ઓલ્ડ સ્કુલ વિચારધારાના સમજવામાં આવે છે.

સસ્ટેનેબલ કે ટકાઉ બિઝનેસ મોડલ? કાગળ પર વેલ્યુએશન આધારે બે પાંચ વર્ષમાં ફગાવીને નવા સ્ટાર્ટઅપ માટે નીકળી પડતા હોય છે.

આજથી 46 વર્ષ પહેલાં 1 ટ્રક સાથે બે ભાઈઓએ કર્ણાટકમાં વિજય રોડલાઈન્સ નામના વ્યવસાયની શરૂઆત કરી હતી.

આજે 2022 માં 4575 ટ્રક્સ, 500+ બસ, 15000 કર્મચારીઓ અને ₹1800.00+ કરોડનું ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી લોજિસ્ટિક્સ કંપની છે.

વિજય રોડલાઈન્સથી VRL ગૃપ સુધીની સફર આ વિજય સંકેશ્વર માટે આ કપરી કસોટી સમાન સફર હતી.

16 વર્ષથી 71 વર્ષની ઉંમર - VRL કે Vijanand એ વિજય સંકેશ્વરના સાહસ, દીર્ઘદ્રષ્ટિ અને પ્રોફેશનલ અભિગમ સાથે બનેલું નામ છે. વિજય સંકેશ્વર અને પુત્ર આનંદ સંકેશ્વર આ બન્ને નામ પરથી વિજયાનંદ બ્રાન્ડ છે.

સમૃદ્ધ વેપારી પરીવારમાં જન્મેલા વિજય સંકેશ્વરના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વાભાવિક દબાણ શરૂ થયું કે, ઘરના ધંધામાં જોડાઇ જાવ. વિજયને સ્થાપિત વ્યવસાયમાં જોડાવામાં રસ ન હતો. ખુદના સામર્થ્યને આધારે નવું સામ્રાજ્ય શરૂ કરવાની મહાત્વાકાંક્ષા ધરાવતા હતા.

અલગ અલગ વ્યવસાય અને ઉદ્યોગ પર અભ્યાસ બાદ લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય દેખાયું. એ પછી પ્રથમ ટ્રક ખરીદી અને વિજય રોડલાઈન્સથી શરૂઆત કરી.

આજે લિમ્કા બુક ઓફ રેકોર્ડ મુજબ ભારતમાં સિંગલ લાર્જેસ્ટ ફ્લીટ ઓનર છે.

VRL બેનર હેઠળ ઘણી બધી બ્રાન્ડ છે.

"વિજયવાણી" રોજની 8 લાખ નકલોના સર્ક્યુલેશન ધરાવતું કન્નડ ભાષાનું દૈનિક અખબાર છે.

VRL Courier 23 રાજ્યોમાં 216 મિલિયન (21 કરોડ 60 લાખ) પ્રતી વર્ષ કાર્ગો અને પાર્સલ હેન્ડલ કરે છે.

દિગ્વિજય 24X7 કન્નડ ભાષામાં ટેલિવિઝન ચેનલ છે.

વિજય સંકેશ્વરને પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.

ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ESIC, PF સહિત કર્મચારી ફાયદાઓની શરૂઆત એમણે વરસો પહેલાં કરી હતી.

1 ટ્રકથી શરૂ કરેલ આ યાત્રા હવે એમની બીજી પેઢી આગળ તો વધારી રહી છે, હવે હવાઈ મુસાફરી ક્ષેત્રમાં પણ પદાર્પણ કરવા તૈયાર છે. 1300 કરોડના ખુદની એરલાઇન્સ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

સફળતા રાતોરાત નથી આવતી, અને જો ભુલે ચુકે આવી જાય તો એટલી જ ઝડપથી જાય છે.‌

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top