જવાબ ને એડિટ કરી દરેક આરોપનો રેફરન્સ મૂકીશ, એમ જ કોઈ પર આરોપ લગાવવાની મને ટેવ નથી.
પહેલા મને જે જે યાદ છે એવા એમના વિવાદો કહી દઉં, આટલા તો માત્ર મને યાદ છે, હજુ આથી વધુ કેટલાય હશે.
૧. એકવાર બાબા બાગેશ્વર પોતાના એક પ્રવચનમાં કહે છે કે ડુંગળી લસણ ની ઉત્પતિ રાક્ષસોના મળમાંથી થઈ, અને હવે જ્યારે બાબા બાગેશ્વર હમણાં રાજકોટ ની મુલાકાત આવ્યા અને વડોદરા પાણીપુરી ખાઈ છે.
આમાં ડુંગળી લસણ ના ખાવું એવું જ્ઞાન આપે છે👇
लहसुन प्याज क्यों नही खाना चाहिए इसमें क्या दोष है?🙏🏻🙏🏻#bageshwardhamsarkar #bageshwardham #trending
आगे बढ़ने से पहले हमारे चैनल को सब्सक्राइब कर लेऔर यदि आपने हमारी पुरानी वीडियो नहीं देखनी है तो तुरंत देखें ज्यादा से ज्यादा शेयर करें ज्यादा से ज्यादा लोगो...
અહીંયા પાણીપુરીની મજા લે છે👇
ડુંગળી રાક્ષસના મળમાંથી બને એવા ઉપદેશો આપે છે, અને પોતે જ ખાય છે.
(એમના ભક્તો એવા બહાના આપી શકે કે એ લસણ ડુંગળી વિનાની પાણીપુરી હતી)
૨. હમણાં હમણાં એક પ્રવચનમાં એમણે એવું કહ્યું કે પરણીત સ્ત્રીઓએ દેખાઈ એવી રીતે સિંદૂર કરવું જોઈએ જેથી લોકોને ખ્યાલ આવે કે આ પ્લોટ ખાલી નથી😱 What?? પ્લોટ????
ભલે આની પાછળ એમનો કહેવાનો ઉપદેશ્ય સાચો છે, એમના કહેવાના અર્થ સાથે તદ્દન સહમત છું, પણ એમણે જે શબ્દો વાપર્યા એ એક સંતના મોઢે શોભે? (कायका संत🤦)
મોરારીબાપુ કે રમેશભાઈ ઓઝાના મોઢે ક્યારે આવા વિવાદિત સ્ટેટમેન્ટ સાંભળ્યા છે?? એને કહેવાય સાચા સંત.
૩. એકવાર એમના પ્રવચન દરમિયાન એક વ્યક્તિ એમના પગ સ્પર્શ કરવા અને આશીર્વાદ લેવા માટે નજીક આવતો હતો, ત્યારે બાબા બાગેશ્વરે કહ્યું "छूना नही हमे अछूत आदमी" શું એક સાચા સંત ક્યારેય આવા ભેદભાવ કરે?????
પાછું કેવો રંગ બદલે છે એ પણ કહી દઉં, એકાદ વર્ષ બાદ એક પત્રકારે એમને આ વિશે કહ્યું તો જવાબ આપે છે કે "અછૂત મે પોતાને કહ્યું હતું" 🤣🤣🤣🤣🤣
આ રહ્યો વિડિયો 👇
૪. નાગપુરમાં બાબા બાગેશ્વરનો દરબાર હતો, ત્યારે શ્યામ માનવ નામના એક વ્યક્તિ, જેમણે ભૂતકાળમાં આવા ઘણા બધા ઢોંગીઓની પોલ ખોલી છે, એમણે બાબા બાગેશ્વરને એક ચેલેન્જ આપી હતી, પરંતુ જ્યારે બાબા બાગેશ્વરને જાણ થઈ કે શ્યામ માનવ આવી રહ્યા છે, તો પોતાનો દરબાર વહેલી તકે સંકેલી અને નીકળી ગયા. આખી સ્ટોરી તમને રિસર્ચ સાથે ઇન્ટરનેટ પર આરામથી મળી જશે, ખાતરી કરી શકો છો.👇👇
बागेश्वर धाम के धीरेंद्र शास्त्री को चुनौती देने वाले श्याम मानव को मिली जान से मारने की धमकी, बढ़ाई गई सुरक्षा
बागेश्वर धाम वाले धीरेंद्र शास्त्री को चुनौती देने वाले अंधश्रद्धा निर्मूलन समिति के उपाध्यक्ष श्याम मानव को धमकियां मिलनी शुरू हो गई हैं. इसे देखते हुए नागपुर में उनकी सुरक्षा बढ़ा दी गई है. अब उनके साथ SPU के 2 जवानों के अलावा दो गनमैन और 3 पुलिसकर्मी भी मौजूद रहेंगे. पहले सिर्फ 2 जवानों की तैनाती थी.
૫. ઓડિશામાં હમણાં જ્યારે ટ્રેનની આવડી મોટી દુર્ઘટના સર્જાઈ, ત્યારે એક પત્રકારે બાબા બાગેશ્વરને પૂછ્યું કે શું આપને આ દુર્ઘટના વિશે અગાઉથી જાણ થઈ ગયેલી?? ત્યારે એમણે શેનું દ્રષ્ટાંત આપ્યું એ સાંભળી તમે ચોંકી જશો, એમણે કહ્યું કે "શ્રી કૃષ્ણ પણ મહાભારતનું યુદ્ધ રોકી નહોતા શક્યા, જાણવું અને ટાળવું આ બંને અલગ વસ્તુ છે" 👇👇👇
ઢોંગીને કોઈ બતાવો કે મહાભારતનું યુદ્ધ ધર્મ v/s અધર્મનું યુદ્ધ હતું, ધર્મના વિજય માટે એ યુદ્ધ થવું જરૂરી હતું જેથી અધર્મનો વિનાશ થઈ શકે, જ્યારે ટ્રેન દુર્ઘટનામા નિર્દોષ લોકોનો જીવ લેવાયો જેમનો કોઈ વાંક જ નહોતો, ત્યાં કોઈ ધર્મ વિરુદ્ધ અધર્મ જેવી વાત જ નહોતી, જો બાબા ખરેખર ચમત્કારી છે, તો આવી એકાદ હોનારત તો રોકી બતાવે, તો માનીએ કે બાબામાં ખરેખર કોઈ દિવ્ય શક્તિ છે.
આ કળિયુગમાં આવી શક્તિ ભગવાને કોઈને નથી આપી, કે ભવિષ્ય જોઈ શકે, સિવાયકે ડોકટર આર્યા જેમણે રોહિત પાસે ભવિષ્ય જોવા માટે કોમ્પ્યુટર બનાવડાવ્યું😝🤣👇
અને ભગવાને ખરેખર સાચું કર્યું છે, કે આવી શક્તિ કોઈને નથી આપી, કારણકે આ ઢોંગી પાસે કાંઈ શક્તિ નથી છતાં પણ આટલા ફૂંફાળા મારે છે, તો વિચારો, જો ખરેખર આની પાસે એકાદ દિવ્ય શક્તિ હોત તો આ શું નું શું કરી શકે😂😂😂
જેનું આવડું મોટું following હોઈ એ વ્યક્તિ લોકોને સાચા હિન્દુ ધર્મથી વાકેફ કરી શકે છે, હિન્દુ ધર્મનો સૌથી મોટો અને મહાન ગ્રંથ એટલે શ્રીભગવદ ગીતા, દેશમાંથી લગભગ 90 ટકા ઉપર લોકો એવા હશે કે જેણે આખી ભગવદગીતા ક્યારેય વાંચી જ નહીં હોય, મોટેભાગે આપણે સૌને એટલી જ માહિતી હોય છે, કે
"ભગવદગીતા એટલે કે શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, પોતાનું યુદ્ધનું કર્મ કરવા સમજાવ્યો, અધર્મની સામે યુદ્ધ કરવું પડે ત્યારે પોતાના સગા વાલા પણ સામે કેમ ના હોય, પણ અધર્મને હણવું એ તારું કર્તવ્ય છે આવું સમજાવ્યું"
આનાથી વિશેષ કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે ગીતાજી વિષે, માટે બાબા બાગેશ્વર ને જો ખરેખર હિન્દુ ધર્મનો પ્રચાર કરવો હોય, અને હિન્દુ ધર્મને આગળ લાવવા માંગતા હોય, તો આજના યુવાનોને ગીતાજી વિશે જ્ઞાન આપી શકે છે, આજે આપણા કેટ કેટલા યુવાનો આત્મહત્યા કરે છે, એમને ગીતાજીનું જ્ઞાન આપી અને સારા માર્ગે વાળી શકે છે, પણ ના, એમને તો સતત વિવાદોમાં રહેવું છે, ગમે એમ કરીને બસ રોજે રોજ ટીવી ચેનલમાં આવવું છે, પોતે સારી રીત જાણે છે કે ગીતાનું જ્ઞાન આપીને પોતે ટીવી ચેનલ પર નહિ આવી શકે, વિવાદોમાં નહીં રહી શકે, સતત ચર્ચામાં નહીં રહી શકે, માટે બસ આવા ફેન ફિતુર કરે છે, ભોળા લોકોને રમાડે છે.
માટે જ્યારે કોઈ આવા ઢોંગીને સાંભળવાનું મન થાય ત્યારે youtube પર મોટું પતલુ, છોટાભીમ કે મિસ્ટર બિન, તારક મહેતાના જૂના એપિસોડ, કપિલ શર્મા વિગેરે જોઈને પોતાનો સમય વધુ મનોરંજક રીતે પસાર કરી શકો છો.
ભાઈ કે બહેનો, કોઈની લાગણી દુભાઈ હોઈ તો મને માફ કરજો, હું પોતે એક હિંદુ છું અને ધર્મ માટે મને ખરેખર માન છે, પણ જો સાચે તમારે હિન્દુ ધર્મ વિશે જાણવું હોઈ, તો મોરારી બાપુને સાંભળો, રમેશભાઈ ઓઝાને સાંભળો, ભગવદ્ ગીતા વાંચો, તુલસિકૃત અને વાલ્મિકી રામાયણ વાંચો, સ્વામી વિવેકાનંદના ધર્મ વિશે લખેલા પુસ્તકો વાંચો, એ છે હિન્દુ ધર્મ.
આપણા માતાપિતાથી મોટું આપણા માટે કોઈ જ ના હોઈ શકે, એમના જ ચરણોમાં ઈશ્વર વસે છે, આ વાત હિન્દુધર્મના દરેક ગ્રંથોમાં કહી છે, માટે બાકી બધું પડતું મૂકી બસ એમની સેવા કરો, એટલે સ્વર્ગ મળશે, બાકી આવા ઢોંગીઓના રવાડે ના ચઢો.