ઉપરોક્ત બંને સમાજો (જૈન અને અગ્રવાલ) આર્થિક રીતે મજબૂત છે પરંતુ તેઓએ ઉપરોક્ત નિર્ણયો લીધો તે બદલ બંને સમાજને અભિનંદન.
આપણે ક્યારે બદલાઈશું, આપણે સગપણમા લગ્ન જેટલો ખર્ચો કરવા માંડ્યા છીએ, ક્યારેક લગ્નની ઉજવણી માટે લોન લઈએ છીએ, હવે આપણે ચોક્કસ બદલવું પડશે.
નોંધ :- આદર્શ અને અનુકરણીય નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરો . અને તમામ જાતિ અને સંપ્રદાય આ નિર્ણયને અનુસરે .
સમાજે લગ્નવિધિને લગ્ન સંસ્કારમાં રૂપાંતરિત કરવી જોઈએ.
થોડા દિવસો પહેલા, કોરોના વાયરસના કારણે, સરકારે લગ્ન અને કાર્યક્રમોમાં હાજરી મર્યાદિત કરી હતી, પરંતુ લોકો તેને ભૂલી ગયા અને લાખો કરોડો રૂપિયા ખર્ચવા લાગ્યા.
આપણે બિનજરૂરી રીતે લાખો રૂપિયાની ઉથલ પાથલ કરી રહ્યા છીએ અને દેવામાં ડૂબી જઈએ છીએ, આપણે હવે બદલાઈ જવું જોઈએ. નહિ તો સમય તમને માફ નહિ કરે.
1) ખેતીની આવક દિવસેને દિવસે ઘટી રહી છે.
2) કૃષિ પેદાશોના કોઈ ભાવ નથી.
3) વધુ સરકારી નોકરીઓ રહી નથી .
4) ખાનગી નોકરીમાં કોઈ સુરક્ષા નથી.
5) છોકરીના લગ્નનો ખર્ચ જો ૧૦૦ રૂપિયા છે, તો છોકરાના લગ્નનો ખર્ચ પણ ૮૦ રૂપિયા છે.
6) આપણે દેવામાં જન્મ્યા છીએ, દેવામાં ઉછરીએ છીએ અને દેવામાં જ મરીએ છીએ.કેટલીક પેઢીઓ વીતી ગઈ છે.કમસે કમ હવે આપણી આંખ ખુલવી જોઈએ.
7) લગ્ન એ કોઈ વિધિ નથી પણ સંસ્કાર છે.
8) લગ્ન ગમે તેટલા મોટા હોય પણ લોકો તેને ભૂલી જાય છે અત્યાર સુધી કોઈને મોટા લગ્ન કરવા બદલ એવોર્ડ મળ્યો નથી
9) અમે ખેતર વેચીને ગુંઠામાં આવ્યા , જ્યારે વેપારી એક દુકાનમાંથી ચાર દુકાનો ચલાવે છે. વેપારી વર્ગને વગોવવા કરતાં તેનું અર્થશાસ્ત્ર સમજવું જોઈએ.
10) ઈર્ષ્યાને બદલે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ.
11) ભાઈઓ વચ્ચે કોઈ દેખાદેખી ન હોવી જોઈએ. તેમાં લગ્ન પ્રસંગે તો ખાસ.
12) વર અને કન્યાએ હંમેશા ઉપયોગી થાય તેવા પોશાક લેવા જોઈએ.
13) વરની માતાએ પણ રિસામણા મનામણાં ન કરવા જોઈએ. તેમને પણ એક દીકરી છે તે ભૂલવું ન જોઈએ . પુત્રવધૂ તમારી પુત્રી છે જે આવતીકાલે તમારી સંભાળ લેશે. એવી લાગણી થવી જોઈએ.
14) ખાવા-પીવાની પદ્ધતિ બંધ કરીને અને ખર્ચમાં ઘટાડો કરીને વર-કન્યાની ભાવિ પ્રગતિમાં ફાળો આપો.
15) વાસણો/ફર્નીચર જે જિંદગીમાં ક્યારેય ઉપયોગી નથી થવાના તે વસાવવા ન જોઈએ.
16) પીઠિ , મહેંદી, લગ્ન ના પ્રસંગોમાં ભીડ જમા ન કરવી. સ્વાગત સમારોહમાં સાદગી લાવવી.
17) ક્રિકેટ ૫ -દિવસીય ટેસ્ટ મેચ , ODI અને તેમાંથી ૨૦-૨૦ થઈ ગયું. તો શા માટે આપણે લગ્નને નાનું/વ્યવસ્થિત ન બનાવીએ?
18) માત્ર થોડા જ લોકોની હાજરીથી બધા મહેમાનો સાથે આરામથી વાતચીત કરી શકાય .
19) લગ્નના કાર્ડની કિંમત બચાવ્યા પછી, લગ્નનું કાર્ડ વોટ્સએપ દ્વારા મોકલવું અને કાર્ડ મોકલ્યા પછી, સંબંધિત વ્યક્તિને ફોન કરીને આમંત્રણ આપવું.
20) કોઈપણ જાતિ અને ધર્મની સારી બાબતો સ્વીકારવી જોઈએ.
21) દરેક વ્યક્તિએ સમાજને સુધારવા માટે એક પગલું આગળ વધવું જોઈએ.
ચાલો સુધારાની શરૂઆત આપણાથી કરીએ! ધીરે ધીરે સમગ્ર સમાજ બદલાશે અને એક દિવસ સમાજ ૧૦૦ % પ્રગતિ કરશે!
ફક્ત વાંચશો નહીં...!
તમે પણ વિચારો...!
(આ સંદેશ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડો.)
આ નમ્ર વિનંતી છે.
આ સમયની જરૂરિયાત છે.