ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે શક્ય છે? ઘણા ઓપરેશનલ ઑપ્ટિમાઇઝેશન, પેકેજીંગ, ગ્રાહકોને કોઈ મોટો ઝટકો ન લાગે, પારલેએ આ સંભવ બને એ માટે એક અવિશ્વસનીય મનોવૈજ્ઞાનિક સ્ટ્રેટેજીસ અમલમાં મૂકી.
વર્ષ 1994માં પારલે જીના નાના પેકેટની કિંમત ₹ 4 હતી અને 2021 સુધી તે જ રહી, હવે એમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજની તારીખે, એક નાના પેકેટની કિંમત ₹ 5 છે.
હવે, જ્યારે હું 'નાનું પેકેટ' કહું ત્યારે તમારા મગજમાં શું આવે છે? એક પેકેટ જે તમારા હાથમાં સરસ રીતે બંધબેસે છે તેમાં મુઠ્ઠીભર બિસ્કીટ છે? ઉભી સ્ટ્રાઈપ્સ અને કલરફૂલ પેકેટ છે.
આપણામાંના મોટા ભાગના લોકો તેને આ રીતે જોતા આવ્યા છીએ અને પારલે તેને સારી રીતે જાણે છે.
પારલે એ ફક્ત બિસ્કીટ જ નથી, એની સાથે લાગણીઓ અને ભરોસો જોડાયેલો છે. એની કિંમતો વધારવાને બદલે તેઓ નાના પેકેટ માટેના મનોવૈજ્ઞાનિક સ્થાનને જાળવી રાખીને, સમય જતાં એનું કદ ઘટાડતા રહ્યા. આ 1994 માં 100 ગ્રામ ₹ 4/- માં હતું. થોડા વર્ષો પછી તેઓએ તેને 92.5 ગ્રામ અને પછી 88 ગ્રામ બનાવ્યું અને આજની તારીખે, ₹ 5 ની કિંમતના નાના પેકેટનું વજન 55 ગ્રામ છે, જે શરૂમાં હતું એના કરતા 45% નો ઘટાડો છે. આમાં બિસ્કીટ પેકેજીંગની પણ દ્રષ્ટિ ભ્રમ કમાલ છે.
બિસ્કીટ પેકેટની ઉભી સ્ટ્રાઈપ્સ તમને એ ઘટતા જતા પેકેટના કદનો અંદાજ તરત નહીં આપે. કમાલનો દ્રષ્ટિ ભ્રમ સર્જાય છે.
બટાકાની વેફર્સ, ચોકલેટના લાટા, ટૂથપેસ્ટ વગેરેનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા પણ આ જ વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિકને ગ્રેસફુલ ડિગ્રેડેશન કહેવામાં આવે છે, જ્યાં એક રીતે અણગમતી વસ્તુ (વજન / કદમાં ઘટાડો) નિયમિત અંતરે બનતું રહે છે છતાં પણ ગ્રાહકો તેના પરિણામો અનુભવતા નથી.
આ જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ થાય છે. યાદ રાખો, આપણે બધા કેવી રીતે Google Pay, PayTM સ્ક્રૅચ કાર્ડ વડે મોટી કૅશ-બૅક મેળવતા હતા, પરંતુ સમય જતાં, એ ઘટતું ગયું. હવે તો કૅશ-બૅક નગણ્ય ગણાય એટલું જ મળે છે. આ પણ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ફરક માત્ર એટલો જ કે એનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે?
"સંકોચનીતફુગાવો" કહીએ તો પણ ખોટું નથી.
પારલે ખરેખર આ કરવામાં પ્રતિભાશાળી છે અને તેથી આજે, પારલે-જી ખરેખર ભારતમાં અને ભારત બહાર અનેક દેશોમાં સર્વોત્તમ બિસ્કિટ છે.
નોંધ: હાલમાં પાર્લે જી નાનું પેક 50 ગ્રામનું થઈ ગયું છે.