ગુગલને સર્ચ માટે સામાન્ય ઉપયોગ કરતા જ હોઇએ છીએ.
ખાસ કરીને સરનામા અને ફોન નંબર માટે. તો એમાં જે સરનામા સાથે ફોન નંબર હોય તેના પર વાત કરતાં સાવધાની જરૂરી છે. ખાસ કરીને બેંક, ફાયનાન્સ કંપનીઓ કે વીમા કંપની.
⛔ ગુગલ પર સરનામું અને ફોન નંબર એડીટ થઈ શકે છે. અને આ ફ્રોડસ્ટર એનો લાભ ઉઠાવે છે. મુંબઈમાં એક વ્યક્તિએ બેંકના સરનામા સાથે જે નંબર હતો એ નંબર પર વાત કરી અને નંબર સેવ કરી લીધો. ત્યાર બાદ એમને ફોન કોલ્સ આવ્યા, અને એના પરીણામ સ્વરૂપ ખાતામાંથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. આમાં ફ્રોડ IVRS - કોમ્પ્યુટર સાથે વેરીફીકેશન પણ કરાવશે. એટલે કોઇ શંકા પણ ન જાય. ફ્રોડ કોલ સેન્ટર ના રાફડા ફાટ્યા છે.
⛔ ક્યારેય પણ ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ નંબર કે એક્સપાયરી ડેઈટ, સીવીવી નંબર કોઈ પણ સાથે શેર કરવું નહી. વન ટાઈમ પાસવર્ડ પણ નહી. ક્યારેય પણ નહીં.
⛔ વોટ્સએપ કે એસ એમ એસ દ્વારા લિંક આવતી હોય છે. એવી લિંક ક્યારેય ખોલવી નહીં. એ સ્પામ હોય છે. તમારી વિગતો જો ભરશો તો બેન્ક એકાઉન્ટ હેક થઈ શકે છે. બેંક કે કોઈ પણ ફાઇનાન્સ કંપની ક્યારેય આવી લિંક મોકલતી નથી.
હાલમાં એવા ઘણા કિસ્સા માં એવું બહાર આવ્યું છે કે આવી લિંક દ્વારા રૂપિયા ઉઠાવી લેવામાં આવ્યા હતા.
⛔ આઇઆરડીએ કે વિમા કંપનીઓ ક્યારેય કોઈના પોલિસી બોનસ વિશે ફોન કરતી નથી. જો આવા મતલબનો ફોન આવે તો એ ફ્રોડ કોલ જ હોય. એને બ્લોક લિસ્ટમાં સૌથી પહેલાં નાખી દો.
⛔ બેંક કે કોઈ પણ પ્રકારની ફાઈનાન્સ કે અગત્યની વેબસાઈટનું એડ્રેસ જો https હોય અને સાથે 🔒 સિમ્બોલ હોય તો એ સેઈફ ગણાય. મફતના વાઈફાઈની સગવડ સારી લાગે છે પણ એવા પબ્લિક વાઈફાઈની સગવડ મોંઘી પડી શકે છે. તમારૂં આઈપી એડ્રેસ પબ્લિક ડોમેઈનમાં આવે ત્યારે લેપટોપ કે મોબાઇલ હેક થઈ શકે છે. વાઈરસ ભેટ અલગથી મળશે. આનો ઉપાય VPN છે. બેંક કે ફાઈનાન્સ કંપનીઓ ની વેબસાઇટ ખાસ કરીને આ પ્રકારની ચેક કરવી.
⛔ જે રીતે પબ્લિક વાઇફાઇ સુવિધા ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે એ જ રીતે જાહેર સ્થળોએ મુકેલા પબ્લિક ચાર્જિંગ પોઈન્ટમાં આવેલા USB દ્વારા ફોન / લેપટોપ ચાર્જ કરવામાં પણ સાવધાની જરૂરી છે. સંભવ છે કે તમારા ફોનનો સ્ટોરેજ / લેપટોપની હાર્ડડીસ્ક અજાણ્યા વ્યક્તિને એક્સેસ કરવાનું આમંત્રણ આપતા હોય છે.
⛔ એજ રીતે દિલ્હીથી કાર્ડ પ્રમોશન ડીપાર્ટમેન્ટ નામથી કોલ્સ આવે છે. જે આપને જણાવશે કે આપના કાર્ડમાં પોઇન્ટ્સ લેપ્સ થાય એમ છે. અને આપને મફત ગીફ્ટ મળશે. કાર્ડ નંબર અને અન્ય ડીટેઇલ્સ વેરીફીકેશન કરવી પડશે. અને જેવું વેરીફીકેશન કરશો એટલે તમને વન ટાઇમ પાસવર્ડ આવશે. જો એ આપશો તો તમારા કાર્ડ પરથી મોટી રકમની ઉઠાંતરી થશે અને તમે નુક્શાનીના ખાડામાં ઉતરી જશો.
કાળજી ખુબ જરૂરી છે. સાવધાની રાખવી.