એક એવી મહિલાની વાત છે જેણે 300 કરોડની બ્રાન્ડને 8000 કરોડની બ્રાન્ડ બનાવી દીધી. એ બ્રાન્ડ છે પારલેની મેંગો ફૃટી. એ મહિલાનું નામ નાદિયા ચૌહાણ.
2003 માં 17 વર્ષની ઉંમરે નાદિયા ચૌહાણ તેના પિતાના જૂથ "પાર્લે એગ્રો" માં જોડાઈ હતી.
એક જ બ્રાન્ડ પર જ્યારે નફો, ટર્ન ઓવર આધારિત હોય ત્યારે ભવિષ્યના સંભવિત જોખમને નિવારવા માટે તેણે "ફ્રુટી" પર કંપનીની નિર્ભરતા ઓછી કરવાનું નક્કી કર્યું, આ પણ એક જોખમી પગલું ભર્યું હતું કારણ કે કંપનીના રેવન્યુમાં 95% યોગદાન ફૃટી ધરાવતી હતી. આ રેવન્યુ સ્પ્રેડ વધારવા તેણે આઇકોનિક પેકેજ્ડ વોટર બ્રાન્ડ "બેઈલીઝ" ને રિ-લોન્ચ કર્યું લાવી પ્રચાર અને વિસ્તરણ વધાર્યું. આજે હવે 1000 CR+ વ્યવસાય છે. હાઈવે પર ધાબા, હોટેલ , રેસ્ટોરન્ટ અને લાંબા અંતરની બસ ઓપરેટરો સાથે કરેલું ટાઈ અપ ફળ્યું. પરિણામે, પારલે એગ્રો જૂથે તેનું ટર્નઓવર બમણું કરીને 5000 CR કર્યું.
જો કે, ગેમ ચેન્જર કહી શકાય એ પગલું વર્ષ 2005 માં લીધું. જ્યારે નાદિયાએ તેનું શ્રેષ્ઠ સર્જન એવું "એપ્પી ફિઝ" લોન્ચ કર્યું, જે સફરજનના જ્યુસ કેટેગરીમાં પ્રથમ હતું. જ્યારે ભારત એપલના રસથી બહુ જાણકાર ન હતું. (1977-80 દરમ્યાન અપેલા બ્રાન્ડ ભારતમાં લોન્ચ થઈ હતી અને નિષ્ફળ રહી હતી) આ એપ્પી ફિઝ 36% ના CAGRનું યોગદાન આપતા અને આશ્ચર્યજનક રીતે આજે પણ એપલ જ્યુસ કેટેગરીમાં 99% બજાર હિસ્સો ધરાવે છે.
પરંતુ, શીખવા જેવી વાત એ છે કે તેણે તેની ચેમ્પિયન પ્રોડક્ટ 'ફ્રુટી'ને કેન્દ્ર સ્થાને જ રાખી. ફરી પાછા આવીને, તેણે "Nutrizz" બ્રાન્ડ હેઠળ વિવિધ ફ્લેવર્સમાં Frooti લોન્ચ કરી અને PET બોટલમાં પેકેજિંગને ફરીથી બનાવ્યું જે આજની પ્રતિષ્ઠિત ફ્રૂટીની ઓળખ પ્રસ્થાપિત કરે છે.
તેણે બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તેમની કારકિર્દીની ટોચ પર યોગ્ય કલાકારોને રાખ્યા. આલિયા ભટ્ટ અને રામ ચરણને યુવા પેઢીને આકર્ષવા મોડર્ન ફંકી કપડાં અને "ફ્રુટી ફિઝ" નામની વિચિત્ર ફ્રૂટી બોટલ્સ સાથે જાહેરાતોની સિરીઝ રજૂ કરી. જેમાં નવા ફ્લેવરનો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તે પણ ગણતરી સાથે જોખમ ઉઠાવવાની હિંમત કરી હતી. 300 CR ના જાહેરાત ખર્ચ ત્યારે માસ્ટરસ્ટ્રોક બન્યો જ્યારે 2000 CR+ થી વધુની રેવન્યુ જનરેટ થઈ.
ફ્રુટી આજે રેવન્યુમાં 48% યોગદાન આપે છે. પરંતુ, નાદિયાએ જે રીતે અનેક કેટેગરીમાં બિઝનેસને સ્કેલ કર્યો તે પ્રશંસનીય છે.
મોરલ: પાયલે એગ્રોની 17 વર્ષની ઉંમરે એન્ટ્રી આમ જુઓ તો તૈયાર ભાણે લાડુ સમાન હતું. પરંતુ ધંધાને સમજવો, ગ્રાહકોના બદલાઈ રહેલા ટેસ્ટ, કાર્બોનેટેડ ઠંડા પીણાં પરથી લોકોની રુચિ બદલાઈ રહી છે એનો અભ્યાસ અને ટીમ વર્ક.
આ ઉપરાંત મૂળ પ્રોડક્ટ એના અસ્સલ સ્વરૂપ યથાવત રાખી નવા ફ્લેવર્સ, નવા પેકેજીંગ સાથે પ્રસ્તુત કરવાનું પગલું સફળતા માટે મહત્વપૂર્ણ પુરવાર થયું.
સાથે ચૌહાણ પરિવારનો ભરોસો પણ પુરવાર કર્યો.
નોંધ : નાદિયા ચૌહાણ એ પ્રકાશભાઈ ચૌહાણની પુત્રી છે. બિસ્લેરી એ રમેશભાઈ ચૌહાણ પરિવાર સંભાળી રહ્યા છે. રમેશભાઈ અને પ્રકાશભાઇ એ જયંતિભાઈ ચૌહાણના પુત્રો છે જેમણે પારલે જુથની સ્થાપના કરી હતી.
આભાર