ધીરેન્દ્ર શાસ્ત્રી કેવી રીતે લોકોને મૂરખ બનાવે છે? શું કારણ છે લોકો ત્યાં જાય છે?

A PLUS INFORMATION
0
ધીરેન્દ્ર શાસ્ત્રી કેવી રીતે લોકોને મૂરખ બનાવે છે? શું કારણ છે લોકો ત્યાં જાય છે?
ફક્ત એક જ કારણ છે જેનાથી લોકો આકર્ષણ પામીને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે જાય છે. અને તે છે મન ની વાત જાણવી. મેં એમના ઘણા બધા વિડીયો જોયા છે જેમાં તેઓ મન ની વાત સો ટકા જાણી લે છે ત્યાં સુધી કે એવી વાતો કે જે તમે ક્યારેય કોઈ ને કહી ન હોય એ પણ તેઓ જાણી લે છે.

જ્યારે મન ની વાત જાણી લેવા ની વાત કરવામાં આવે તો એ એક કળા છે જે ઘણા મેજિસિયન જાણે છે.

પણ ધીરેન્દ્ર શાસ્ત્રી અને બીજા મેજિસિયન માં એટલો જ ફર્ક છે કે બધા મેજિસિયન સૌથી પહેલા તો કોઈ એક ચોક્કસ વ્યક્તિ ને બોલાવે છે પછી તેઓની મન ની વાત જાણી લે છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સૌથી પહેલા તેમની પર્ચી માં જે સમસ્યા હોય એ લખી નાખે છે, ત્યાર બાદ લાખો લોકો ની ભીડ માં થી કોઈ એક વ્યક્તિ ને બોલાવવાનુ કહે છે, તેઓ ખુદ નથી બોલાવતા. અક વિડીયો માં તેઓ એ પોલિસ અફસર ને કોઈ એક વ્યક્તિ ને લાખો લોકો માંથી ચુનવા કહ્યું હતુ. જ્યારે પર્ચી પહેલા થી જ રેડી હતી.

આવા મેં ઘણાં વિડીયો જોયા છે, એક તો વાત ક્લીયર છે કે આ બાબા ઢોંગી નથી. વળી તેઓ સનાતન ધર્મ નૂ સ્થાપના કરવા માંગે છે, જે ખુબ સારી વાત છે.

બીજી વાત કરવામાં આવે તો એમના ગુરુ નુ નામ રામભદ્રાચાર્ય છે. જેઓ જન્મ ના ત્રણ મહિના પછી જ દ્ષ્ટિ સંપુર્ણ પણે ગુમાવી ચુક્યા છે, તેઓ એકલા હાલી નથી શકતા સિક્યોરિટી હાથ પકડી ને ચાલે છે, પણ તોય છતા તેઓ એ ૮૬ ગ્રંથો ની રચના કરી છે. તેઓ આંધળા હોવા છતાં ભગવાન રામ નુ રુપ વર્ણવી શકે છે, તેમને ચારેય વેદ, ગીતા, મહાભારત, ઉપનિષદ વગેરે કંઠસ્થ છે, તેઓ ને અક લાખ થી વધુ શ્લોક મોઢે આવડે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ માં રામ જન્મ ભુમિ પર વિવાદ હતો ત્યારે મુસ્લિમ વકીલ એ તેમને કીધેલુ કે શુ તમે રામ નો જન્મ અયોધ્યા માં થયો એ પ્રુફ આપી શકો, ત્યારે રામભદ્રાચાર્ય એ ૧૩૦૦ પ્રુફ આપ્યા જે આપણા ગ્રંથો માં વર્ણવેલ છે, તેમજ પેજ નંબર અને કયો શ્લોક છે એ પણ કહ્યું એ પણ મોઢે.

વિચારો કે ગુરુ આટલા આત્મ જ્ઞાની હોય તો શિષ્ય હોય જ ને.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top