પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તો ખૂબ જ તેજસ્વી, બુદ્ધિમાન, મહેનતુ, દેશ માટે બધું જ કરી છૂટવા તૈયાર એવી વ્યક્તિ લાગે છે પણ હું કોઈપણ વ્યક્તિને વોટ આપીને પસંદ કરવા માગતો નથી.
તેનું કારણ એ છે કે આપણા દેશમાં ચાલતી લોકશાહી, તે લોકશાહી નથી, તે ભ્રષ્ટાચાર ના પાયા પર ઊભેલી ગંદી અને દંભી રાજકીય પદ્ધતિ છે કે તેમા અજ્ઞાન પ્રજા , લાલચુ અને ભ્રષ્ટ અમલદારશાહી આપણા બધા જ સારા કાર્યોને ભ્રષ્ટ કરી નાખે છે.
ભારતમાં ઘણા સપૂતો થયા, પીએમ મોદી નરેન્દ્ર મોદી પણ તેમાંના એક છે પણ તેઓ આ ભ્રષ્ટાચારને અને આ ગંદી પદ્ધતિને દૂર કરી શકશે નહીં .
હું આ લોકશાહીનો જ અસ્વીકાર કરું છું.
તેને બદલે જવાબદાર અને સ્વસ્થ, તંદુરસ્ત સરમુખત્યારનો આદર કરું છું.
હું કોઈપણ વ્યક્તિને વોટ આપતા પસ્તાવું છું કારણ કે તે વ્યક્તિ તે કામ કરવા માટે યોગ્ય હોય તો પણ તે કરી શકશે નહીં.
જેમ કે તમારું મગજ અને મન સાબૂત હોય પણ તમારા શરીરને લકવો થયો હોય તો તમે કશું જ કામ કરી શકતા નથી તે જ રીતે ભારતમાં નરેન્દ્ર મોદી જેવું મગજ અને મન ધરાવતી વ્યક્તિ પણ ખાસ કશું કરી શકશે નહીં કારણ ભારતમાં હાથ પગ નું કામ કરતા એક કરોડથી વધારે અમલદારો એટલે કે સરકારના નોકરો ભ્રષ્ટાચાર તરફ આગળ વધેલા છે.
જ્યારે ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કરું છું ત્યારે તેને પૈસા સાથે જોડવાનો પ્રયત્ન કરશો નહીં. જ્યારે તમે ભ્રષ્ટાચારને માત્ર પૈસા સાથે જોડો છો ત્યારે તમે ખૂબ જ મર્યાદિત બુદ્ધિ ધરાવો છો. ભ્રષ્ટાચાર બધા જ જીવનના ક્ષેત્રમાં થઈ રહ્યો છે જેવી રીતે કે મેડિકલના વ્યવસાયમાં આજે તમારે એક સામાન્ય એમબીબીએસની ડિગ્રી માટે કરોડથી વધારે રૂપિયા ખર્ચવા પડતા હોય ત્યારે તમે સારો વ્યવહાર કરીને પૈસા કમાવી શકતા નથી તમારે લોકોને ડરાવવા પડે છે દર્દીઓને અનેક ટેસ્ટ કરાવવા પડે છે અને બિનજરૂરી ઓપરેશન કરવા પડે છે . અહીં પેશન્ટની કે માણસની તો કોઈ કિંમત જ નથી…આ છે ભ્રષ્ટાચાર.
તમે જ્યારે એન્જિનિયર બનો અને અમલદાર બનો ત્યારે તમારે ઉપરના અમલદારોને પૈસા ખવડાવવા પડે છે …તે માટે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લેવા પડે છે માટે કામ ખૂબ જ નબળું થાય છે…આ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે.
ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ એટલે ખરાબ આચાર એટલે વ્યવહાર એટલે કે આચરણ.ભ્રષ્ટાચાર નો મતલબ છે ખરાબ પ્રકારનો વહેવાર. તમે જે કામ કરવાના હો તમારો જે ધર્મ હોય તમારું જે કર્તવ્ય હોય તે સારી રીતે ન કરવું તેનું નામ છે ભ્રષ્ટાચાર.
આપણા દેશમાં વિદ્યાર્થીઓ જ્ઞાન માટે ભણતા નથી પણ માર્કસ માટે ભણે છે. આપણા દેશમાં શિક્ષકો જ્ઞાન આપવા ભણાવતા નથી પણ પગાર મેળવવા ભણાવે છે. આપણે ત્યાં ના ડોક્ટરો લોકોને તંદુરસ્ત બનાવવા સિસ્ટમ શોધતા નથી અથવા તો પદ્ધતિઓ આપતા નથી પણ તેઓ વધારે આવક મેળવવાના રસ્તા શોધે છે. આપણા દેશના ઇજનેરો ટકાઉ મકાનો કે ટકાઉ બ્રિજ કે ટકાઉ રોડ બનાવતા નથી પરંતુ સસ્તા અને નબળા માલથી બિલ્ડીંગ બનાવે છે કે પછી એન્જિનિયરિંગ ની વસ્તુઓ બનાવે છે જેથી તે ઝડપથી ખતમ થઈ જાય અને લોકોને ફરીથી તે ખરીદવી પડે ટૂંકમાં કહું તો બધા જ લોકો જે કામ કરે છે તે ઉત્તમ રીતે કરવાનું પસંદ કરતા નથી પરંતુ આવક વધુ કેમ મળે તેના માટે કરે છે.
આ થયું ભ્રષ્ટાચાર.
આમાં નરેન્દ્ર મોદી સાહેબ શું કરે?
બધી જગ્યાએ ,કામકાજમાં ,કુટુંબ સાથે પોતાના વ્યવસાય સાથે પોતાની જાત સાથે પણ અપ્રમાણિકતા ભર્યો વ્યવહાર એ ભ્રષ્ટાચાર છે માટે આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર આપણી શિક્ષણ પદ્ધતિ છે અને જાણી જોઈને અજ્ઞાન રહેતી પ્રજા છે તેવું માનું છું
હું નરેન્દ્ર મોદીને પીએમ તરીકે પસંદ કરીને પણ પસ્તાવું છું. કારણકે મને લાગે છે કે મોદી સાહેબ પ્રામાણિકતાથી પ્રયત્ન કરતા કરતા થાકી જશે…
લોકો બદલશે નહીં.
અરે ,ભારતના વડાપ્રધાન જો ગાંધી બાપુ બને એટલે કે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી બને તો એને પણ વોટ આપીને હું પસ્તાવ કારણકે તેઓ આ પ્રકારની પદ્ધતિમાં આ પ્રકારની સિસ્ટમ કાંઈ પણ ફેરફાર કરી શકશે નહીં .
તેની મને ગળા સુધી ખાતરી છે.
આથી, હું ચૂંટણી દરમિયાન નોટા કરું છું.
નોટા નો મતલબ થાય કોઈ પણ નહીં.
ગઈ ચૂંટણીમાં મે નેટવર્ક નો ઉપયોગ કરીને બે થી ત્રણ સવાલો મારા પ્રદેશના ઉમેદવારને કરેલા …મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે જાણીતા આ બધા ને મેં પ્રશ્નો પૂછેલા સાદા સાદા પ્રશ્નો પૂછ્યા હતા જેમ કે આપણા પ્રદેશ કચ્છનો વિકાસ માટે તમારી પાસે કઈ બ્લુ પ્રિન્ટ છે તે જણાવો? આપણા દેશના યુવાનોને કામ આપવા માટે તમારી પાસે શું આયોજન છે તે કહો?
મને તેનો કોઈ જવાબ નથી મળ્યો. મારી સમસ્યાઓ માટે તેમણે બિલકુલ ધ્યાન આપ્યું જ નહીં અને જવાબ પણ આપ્યો નહીં પણ તેઓ આજે ચૂંટાયેલા ઉમેદવાર છે.
આ લોકશાહી જેવી ભ્રષ્ટ અને ગંદી પદ્ધતિ કોઈ નથી.
જાણીતા વિચારક સોક્રેટીસ વર્ષો પહેલાં થઈ ગયેલા…ત્યારે લોકશાહીની શરૂઆત હતી…તેમણે લોકશાહી ભ્રષ્ટાચાર વધારવા માટેની પદ્ધતિ છે તેવી વાત જાહેરમાં કહેલી,…લોકશાહીના કહેવાતા સમર્થકોએ તેની લોકોની હાજરીમાં જ હત્યા કરી. આ હત્યાનું કારણ આપવામાં આવ્યું કે તેઓ યુવાનોને લોકશાહીની વિરુદ્ધ ઉશ્કેરતા હતા…
મને ખબર છે કે મારી આ વાત વાંચીને આજે કોઈ મારી હત્યા કરવા નહીં આવે. કદાચ હવે કોઈને લોકશાહી કહેવાતી લોકશાહી ની પડી જ નથી…. લોકોને ભ્રષ્ટાચારની આદત પડી ચૂકી છે માટે હવે પછી કદાચ કોઈ નેતા એવું નહીં પાકે કે જે લોકોને બદલાવી શકે..
મને એક આશા દેખાય છે અને તેનું નામ છે મશીન…
થોડા વર્ષો પછી મશીનો આપણા ઉપર રાજ કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી માણસો પર મશીનો રાજ કરશે અને આ મશીનો પ્રોગ્રામ થયેલા હશે જો એમના પ્રોગ્રામો ભ્રષ્ટાચાર થી મુક્ત હશે તો ભ્રષ્ટાચાર કરતા લોકોનું આવી બનશે.
પણ આ તો મારી હકારાત્મક કલ્પના જ છે. કદાચ તેનાથી વિરુદ્ધ પણ બને કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ડિઝાઇન કરતા માણસો તો ભ્રષ્ટાચારી હોઈ શકે છે.