અત્યંત ધનિક લોકો ફક્ત વિક-એન્ડમા માલદીવ પહોચી જાય અને અમુક ચોક્કસ તહેવારો કે રઝાઓમા માલદીવ મા વેકેશન મનાંવા આવી શકે. તો બાકી રહેતા દિવસોમાં કમાણી કરવા માટે અને ઉચ્ચ મધ્યમ વર્ગને લુભાવવા માટે રૂ. ૮૯,૦૦૦૦ પ્રતિ વ્યક્તિ / રૂ. ૯૯,૦૦૦ પ્રતિ વ્યક્તિ ૪ દિવસ / ૩ રાત્રી કે ૫ દિવસ / ૪ રાત્રીના પેકેજ યાત્રીઓ માટે જાહેર કરે છે. આમાં દિલ્હી થી માલે નું હવાઈભાડું પણ આવી જાય છે.
સાચો ખેલ માલે પહોચી ગયા પછી શરુ થાય છે. મોટા ભાગના વોટર વિલા અલગ અલગ ટાપુઓ ઉપર હોય છે, જ્યાં જે તે રિસોર્ટ સિવાય કોઈ પણ પ્રકારની વસ્તી કે સગવડ હોતી નથી. આ વોટર વિલા મા માલેથી સી-પ્લેન કે સ્પીડબોટ દ્વારા જવાનું હોય છે.
તમારા રોકાણ દરમ્યાન પ્રતિ વ્યક્તિ દીઠ ૨ બોટલ પાણીની આપવામાં આવે, તે સિવાય વધારાની પાણીની બોટલ મંગાવો તો ઓછા મા ઓછા $ 8 થી ૧૦ ખર્ચવા પડે. આવુજ ચા અને કોફી માટે છે. પેકેજમા સામીલ હોય તે સિવાય ની કોઈ પણ વસ્તુના તમારે ડોલર મા અધધધ ભાવ ચુકવવા પડે. બહાર કોઈ પણ પ્રકારની દુકાન કે માર્કેટ હોતી નથી કે તમારી જરૂરી વસ્તુઓ તમે બહારથી ખરીદી શકો. આ રીતે એક દંપતી કે એક ફેમીલી પેકેજ મા રજા ગાળવા માલદીવ જાય તો તે લોકોને સહેજે $ ૨,૫૦૦ થી ૪,૦૦૦ નો પેકેજ સિવાઈ નો વધારા નો ખર્ચો આવી શકે.
આ ઉપરાંત કોરોના સમયે માલદીવ જતા લોકોને ખોટા પોઝીટીવ કોવિડ ટેસ્ટિંગ કરીને સહેલાણીઓને ફરજીયાત 14 દિવસનો કોરેન્ટાઈન કરાવીને ખિસ્સામાં મોટું કાણું પાડી દેતા અને ધોળા દિવસની લૂંટ કરેલી હતી.
ટૂંકમાં, સહેલાણીઓ એક વાર ત્યાં જાય પછી ભાગ્યેજ બીજી વાર ત્યાં જવા કોઈ રાજી હોય છે.
આથી વિપરીત ભારતના પ્રવાસન સ્થળ ઘણા સસ્તા છે. લક્ષદ્વીપ વાત કરીએ તો આજે પણ ભારતીય પ્રવાસીઓને ત્યાં જવા માટે પરમીટ લેવી પડે છે..! આ ઉપરાંત લક્ષદ્વીપ માં એર કનેક્ટિવિટી સીમિત છે અને પ્રવાસન ઉદ્યોગ ધંધાદારી રીતે વિકાસ પામ્યો નથી. કવરતી ટાપુને છોડીને બીજા બધા ટાપુઓ ઉપર ગુજરાતની જેમ દારૂબંધી છે, એટલે લોકો ખચકાય છે. કોચીન થી લક્ષદ્વીપ માટે ભારત સરકાર દ્વારા સમુદ્રી સેવા ચાલુ છે જેમાં બેઝિક સુવિધાઓ હોય છે પણ ક્રુઝ શિપ જેવી લક્ઝરી સુવિધાઓ નથી હોતી. જો યોગ્ય પ્રવાસન વ્યવસ્થા અને હોટેલો ની ચેઇન ખોલવામાં આવે અને લક્ઝરી ક્રૂઝ શિપ ટ્રાવેલિંગ નો વિકલ્પ આપવામાં આવે તો લક્ષદ્વીપ એ માલદીવનો ઉત્તમ વિકલ્પ બની શકે તેમ છે.