ગુજરાતમાં હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12થી 17 એપ્રિલ સર્જાશે પ્રિ-મોન્સુન એક્ટિવિટી: અંબાલાલ
આવા જ લેટેસ્ટ સમાચાર જાણવા FOLLOW કરો
અંબાલાલે કરી ભારે પવન સાથે વરસાદની આગાહી
હળવા ચક્રવાત સાથે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં આગામી 12થી 17 એપ્રિલ દરમિયાન પ્રિ- મોન્સુન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે. 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે. ત્યાર બાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 96થી લઈને 104 ટકા વરસાદ પડવાનું અનુમાન છે.