હા એક વાત સાચી છે કે સામાન્ય રીતે ઘણાં બધાં ઘરો અમેરિકા માં મોટા હોય છે.
અમેરિકા માં શું મોટું નથી? આઈસ્ક્રીમ ના કોન થી લઈને મોલ ના વિશાળ પાર્કિંગ લોટ સુધી બધું જ મોટું છે અમેરિકા માં.
જ્યાં સુધી મોટા ઘરો ની વાત છે તો મને નીચેના પરિબળો મુખ્ય લાગે છે.
1. સસ્તું બિલ્ડિંગ મટીરિયલ - અમેરિકા માં ઘરો ની કિંમત ખૂબ વધુ હોય છે પણ તેને બનાવવાની કિંમત 1/3 ભાગ કે તેથી ઓછી હોય છે. હાલ ના સમય માં import tariffs અને supply chain પ્રોબ્લેમ ને કારણે મેટરિયલ થોડું મોંઘુ થયું છે પણ historically સસ્તું રહ્યું છે.
2. વિપુલ જમીન - અમેરિકા માં પુષ્કળ જમીન નો ભાગ છે. જેથી અહીંયા મોટા ઘરો બનાવવા સંભવ છે. જ્યાં આપણે જવાનું વિચારી પણ ના શકીએ તેવા તેવા વિસ્તારો માં ઘરો બનાવવા માં આવે છે. જેમકે પહાડો ની ઉપર, ઢળતી જમીનો ઉપર વગેરે.
3. મકાનો બનાવવાની ઝડપ - અહીંયા બિલ્ડરો રાતો રાત ફટાફટ મોટી મોટી બિલ્ડિંગો ઉભી કરી દેતાં હોય છે. એક મોટું મકાન પાયા ખોદવાથી માંડીને આખું ફિનિશ કરવું હોય તો એક મહિનાની અંદર અથવા તેનાથી ઓછા સમય માં ઉભુ કરી દેવામાં આવે છે.
4. વૃક્ષો અને લાકડું - અમેરિકા આખું પુષ્કળ વૃક્ષો થી ઘેરાયેલું છે અને ભરપુર જથ્થા માં લાકડું મળી રહે છે. મોટા ભાગના મકાનો લાકડાં ના બનેલા હોય છે. લાકડાના ઘરો બનાવવા ખુબજ સરળ હોય છે બિલ્ડરો માટે.
5. મોટા ઘર નો મોહ - મેં એક વસ્તુ નોટિસ કરી છે કે અંહિના લોકો ને મોટા ઘર માં રેહવાનો મોહ હોય છે. ભલે ઈન મીન ને તીન જણા રેહતાં હશે પણ ઘર તો મોટું જ જોઈએ. એક માણસ એકલો રહેતો હોય તો પણ મોટા ઘરમાં રહેતો હોય છે.
6. વસ્તુ રાખવાની જગ્યા - મોટા ભાગના અમેરિકન લોકો પોતાના ઘરો ને શોપિંગ કરી કરીને ભરી દેતાં હોય છે. આટલો બધો સામાન રાખવા ઘર પણ મોટું જોઈએ ને 😀.