ગાઠિયાના પર નિબંધ

0 A PLUS INFORMATION
ગાંઠીયા - એક નિબંધ 😝

ચા વિશે લખ્યું તો હવે ફરમાઈશ આવી છે, કે ગાઠીયા વિશે પણ નિબંધ લખો…

તો પહેલા ચા પી લેવા દ્યો , પછી સોશિયલ મીડિયા માં ખાંખા ખોળા કરું ..

~~~~~~~~~~~~~~~

ll

ગાંઠિયા સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે ...

લોક ફૂડ

એટલે કે લોકખાણું છે.।।

વિદ્યાર્થીના લંચ બોક્સથી

માંડીને વૃદ્ધાશ્રમમાં

થતા દાન ધર્માદામાં

ગાંઠિયા હાજર હોય છે.

લગ્ન હોય અને જાન આવે

એટલે વેવાઈને

ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો

અને

આજે 2023 માં

પણ અપાય છે.

કોઈના મૃત્યુ પછીના

જમણમાં પણ ગાંઠિયા

અને

અન્નકૂટના પ્રસાદમાં

પણ ગાંઠિયા હોય છે.

આ ધરા ઉપર કેટલુંક

ઈશ્વરદત્ત છે,

જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા,

પવન વગેરે. જ્યારે ....

કેટલુંક મનુષ્યે જાણે ઈશ્વરની સીધી સુચના નીચે

વિકસાવ્યું હોય એવું જણાય છે.

જેમ કે સ્પેસ શટલ,

કોમ્પ્યુટર,

સ્માર્ટ ફોન, ગાંઠીયા વગેરે.....

લીસ્ટમાં

ગાંઠિયા જોઈ ચમકી ગયાને?

પણ સાચે જ સ્પેસ શટલ કે

સ્માર્ટ ફોન વગર ચાલી શકે છે પણ ગાંઠિયા વગર

ઘણાનો દિવસ ઉગતો નથી.

ઇતિહાસમાં ગાંઠિયાને લઈને

એક પણ યુદ્ધ તો

ઠીક પણ નાનું સરખું ધીંગાણું

થયું હોય એવું પણ

સૌરાષ્ટ્રની રસધારમાં કયાંય વાંચવામાં આવ્યું નથી.


આ બતાવે છે કે, ગાંઠિયા

મોડર્ન આઈટમ છે.

ગાંઠિયા ચોક્કસ

કલિયુગની જ દેન હશે.

કારણ કે જો પુરાણકાળમાં ગાંઠીયાનું ચલણ હોત તો, દેવાધિદેવ ઇન્દ્ર

ઋષિમુનીઓનું તપોભંગ

કરવા માટે અપ્સરાઓને બદલે સેવકો સાથે સંભારા-મરચા

સાથે ભાવનગરી

ગાંઠિયાની ડીશો મોકલતા હોત...!

😝

સૌરાષ્ટ્ર બાજુ સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે.

ત્યાં ગાંઠિયાના બંધાણીઓ

પણ મળી આવતા હોય છે.

અહીં દરેક શહેરમાં,

પ્રાંતમાં, પેટા

પ્રાંતમાં ગાંઠિયાનો અલગ તૌર છે !

પોરબંદરમાવણલખ્યો રિવાજ છે કે ફાફડા સવારે ખવાય

અને રાત્રે વણેલા

ગાંઠિયા

જ મળે.

રાત્રે સાડા બાર કે દોઢ વાગ્યે

લારી પર ઊભા રહી કહો

કે, 200 ફાફડા….

એટલે કપાળેથી પરસેવો

લૂછતાં અને બીજા

હાથે તળેલાં મરચાં પર

મીઠું છાંટતાં છાંટતાં ભાઈ કહે : ‘પંદર મિનિટ થાહે બોસ,

વણેલા જોઈએ તો તૈયાર છે !’ રાત્રે સાડા બારે ?

હા, સૌરાષ્ટ્રમાં રાત્રે

12.30, 2.30 કે સવારે

4.00 વાગે

પણ ગાંઠિયા મળી શકે !

ગાંઠિયા માત્ર મોર્નિંગ બ્રેકફાસ્ટ નથી, આઠે પ્રહરની

ઊજાણી છે.

પિત્ઝા અને બર્ગર ભલે અમદાવાદના બોપલ

કે સૌરાષ્ટ્ર સુધી

પહોંચી ગયા

પરંતુ,

ગાંઠિયા પ્રત્યે પ્રીતિ યથાવત્ છે.

વેકેશન ગાળવા ગયેલા ગુજરાતી પરિવાર દિલ્હીમાં સાંજે

ચાટ અને પાઉંભાજી ભલે

ખાય પણ ગુજરાતી

સમાજની

કેન્ટિનમાં તો “બે પ્લેટ ગાંઠિયા અને બે ચ્હા” એવા

જ ઑર્ડર અપાય છે.

ગાંઠિયાનું વૈવિધ્ય અપાર છે. ફાફડા એ તેનું મૂળ

સ્વરૂપ છે.

એ પછી વણેલા, તીખા, લસણિયા ગાંઠિયા બનાવાય છે.

એક વિશેષ પ્રકાર ના ગાઠીયા ની જાત બાબતે છેલ્લે ગુગલી માં બતાવીશ…
ફાફડાની બેન પાપડી તરિકે ઓળખાય છે

અને ખુબ ખવાય છે.

😋

જુનાગઢ જીલાના વંથલી તાલુકા ના નરેડી ગામના લષણયા ગાઠીયા વખણાય છે.


ભાવનગરના

ઝીણા ગાંઠિયા વખણાય છે.

ચોકડી આકારના ગાંઠિયાનું નામ ‘ચંપાકલી’ સ્ત્રીલિંગમાં છે.

ફાફડા અને વણેલા ગાંઠિયા

ગરમ ખાવાનું ચલણ છે,

ને બાકીના ગાંઠિયા

ઘરે ડબ્બામાં ભરી રખાય છે.

ગાંઠિયાની સંગતમાં ક્યાંક કઢી ક્યાંક કચુમ્બર તો ક્યાંક કાંદા મળશે, પણ મરચાં

તો બધે જ મળે છે.

જેમ સ્ત્રી વગર પુરુષ અધુરો હોવાનું મનાય છે, એમ

મરચાં વગર ગાંઠિયા અધુરા છે.

તબલામાં જેમ દાયું અને બાયું સાથે હોય તો જ સંગત જામે, એમ જ ગાંઠીયા સાથે

મરચા હોય તો જ રંગત જામે છે.

જાણે ... નવવધૂએ

પહેલીવાર પિયર લખેલા આછાં પીળાશ પડતાં પોસ્ટકાર્ડ

કલરના, ગાંઠિયા,

જ્યાં તળાઈને

થાળમાં ઠલવાય અને

એની પાછળ જ

કોઈની યાદ જેવા તીખા તમતમતાં લીલેરા તેલવર્ણ મરચાં કડકડતા તેલમાં તળાઈને અવતરે ....

એ ઘટના ઉપવાસીને પણ ઉપવાસ તોડવા

મજબુર કરી મુકે તેવી હોય છે !!!!

મરચાં વગરના ગાંઠિયા કે

ગાંઠિયા વગરના મરચાં એ નેતા વગરની ખુરશી કે

ખુરશી વગરના

નેતા જેવા જ

નિસ્તેજ જણાતાં હોય છે.

કડકડતા તેલમાં ઉછળતા,

ફૂલતા, તળાતા

ગાંઠિયાનું

દ્રશ્ય કેવું આહ્લાદક હોય છે!

ઝારામાં તારવેલા ગાંઠિયામાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉની ઉની ખુશ્બુસભર વરાળ

દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે.

🍟🌶

ગુગલી:


😋🌶🍟

આસ્થા ના જય જિનેન્દ્ર 🙏🏻

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે