શેર બજાર ની માહિતી ગુજરાતી માં

A PLUS INFORMATION
0
શેર કયારે ખરીદવો એના જવાબ માં હું એક સામે પ્રશ્ન કરું કે તમારે શેર કેટલા સમય માટે લેવો છે
શેર ને મુખ્ય ત્રણ પ્રકાર નાં સમય ગાળા માટે લેવામાં આવે છે

જેમાં
1. એક દિવસ -Intraday
2. ટુંકા ગાળા માટે -Short Term
3. લાંબા ગાળા માટે -Long Term

શેર કયારે ખરીદવો એનો આધાર તેના વિશ્લેષણ ઉપર છે
અને તેનુ વિશ્લેષણ તેના સમય ગાળા ઉપર નક્કી થાય છે મુખ્ય બે પ્રકાર ના વિશ્લેષણ થાય છે જેમાં પેલું — Fandamental અને બીજું —Technical

Fundamentals
Fundamentals વિશ્લેષણ માં કંપની ના પ્રમોટર્સ થી માંડી ને તેના પાછલા ઘણા વર્ષ ની બેલેન્સ શીટ તેની બજાર માં કેવીક શાખ છે ત્યાર બાદ તેના ઉપર કેટલું લેણું છે માર્કેટ માં કંપની વિષે કેવી ન્યૂઝ છે વગેરે જોવી પડે છે

Technical
Technical વિશ્લેષણ માં શેર ના ભાવ ની મૂવમેન્ટ જોવા ની હોય છે જેના માટે અલગ અલગ ઘણા ઇન્ડિકેટર હોય છે જેમ કે મોવિંગ એવરેજ, RSI, Bollinger Bands, VWAP વગેરે. પ્રાઈઝ એક્શન ને પણ ફોલો કરવા માં આવે છે અને પેટર્ન નું વિશ્લેષણ પણ કરાય છે

એક દિવસ - Intraday
જો તમે એક દીવસ માટે શેર ખરીદવા માંગતા હોવ તો તેને INTRADAY માં મૂકી શકાય જેમાં તમે સવારે બજાર ખુલતા અથવા તમારા નક્કી કરેલા સમયે ખરીદવા નો અને બજાર બંધ થાય એના થોડા સમય પેલા વેચી દેવાનો હોય છે

આના માટે તમને શેર નુ ટેકનિકલ વિશ્લેષણ કરતાં આવડવું જોઇએ, જેમાં INDICATORS, PRICE ACTION, NEWS વગેરે ની જાણકારી હોવી જોઇએ

ટુંકા ગાળા માટે - Short Term
કોઈ પણ શેર ને એક કરતાં વધારે અને થોડા દિવસો માટે ખરીદવા નો હોય છે તેને આપણે ટૂંકા ગાળા- short term માં મૂકી શકીએ. ટુંકા ગાળા માટે શેર નું Fundamental અને Technical બન્ને વિશ્લેષણ કરવાનું હોય છે

ટુંકા ગાળા ના વિશ્લેષણ માં Indicator, Price Action અને ન્યૂઝ આ બધા ને મહત્વ આપવા નું હોય છે જેથી કરીને ટૂંક સમય માં નફો કરી ને નીકળી જવાનું હોય છે

લાંબા ગાળા - Long Term
લાંબા ગાળો એટલે એક વર્ષ કરતા વધારે એવું મારુ માનવું છે જેને Investment ની category માં પણ મૂકવામાં આવે છે

જેમાં કંપની ની Fandamental વિશ્લેષણ વધારે કરવા માં આવે છે જેમાં કંપની ની બેલેન્સ શીટ, રેવન્યુ, કંપની ઉપર કેટલું લેણું છે તેની બજાર માં કેવીક શાખ છે કંપની ના ભવિષ્ય ના શું- શું પ્લાન છે વગેરે નું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવાનું હોય છે

ટૂંક માં જોઇએ તો શેર ખરીદવા માટે કંપની નું સારું એવું વિશ્લેષણ કરવું પડે અને તે વિશ્લેષણ તેના સમય ગાળા ઉપર નક્કી થવું જોઇએ એવું મારું માનવું છે

હું કોઇ શેર બજાર નો બિગ બુલ નથી પણ જસ્ટ મારો મંતવ્ય રજૂ કર્યો છે જે તમને ગમે તો વધાવજો 😌

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top