મોબાઇલ ખોવાય જાય તો સૌથી પહેલા શું કરવું જોઈએ?

0 A PLUS INFORMATION
મોબાઈલ ખોવાય જાય ત્યારે અહીં હું તમને થોડી ટીપ્સ આપું છું . જે કદાચ ભવિષ્યમાં તમને ઉપયોગી બની શકે . ઘણાં લોકો કદાચ જાણતાં પણ હશે . તો જ્યારે તમારો મોબાઈલ ખોવાય છે ત્યારે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તેમાં GPS ચાલુ હોવું જરૂરી છે અને બીજું જો ઈન્ટરનેટ હોય તો તે પણ ચાલુ હોવું જરૂરી છે . જો તમારે તમારો ખોવાયેલ મોબાઈલ પોલીસની મદદ વગર જ શોધવો હોય તો આ ટ્રિક અપનાવવી જોઈએ પણ હા જો તમારો મોબાઈલ ચોરી થાય છે તો તમારે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ .

તમારે તમારો મોબાઈલ ખોવાયેલ હોય અને જો તેમાં ઈન્ટરનેટ ચાલુ હશે તો તમારે નીચે મુજબ કરવાનું રહેશે .

પ્રથમ તમારે તમારા મિત્રના મોબાઈલમાં કે લેપટોપમાં ગૂગલનું Find My Device નામનું એપ ડાઉનલોડ કરવાનું રહેશે .


હવે આ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે તેમાં sign in કરવાનું રહશે . તમારે તમારા ખોવાયેલા મોબાઈલમાં ચાલુ હોય તે ગૂગલ id અને પાસવર્ડ નાખી આ એપમાં sign in કરવાનું રહેશે .

હવે sign in કર્યા બાદ જો તમારા ખોવાયેલા મોબાઈલમાં GPS અને ઈન્ટરનેટ ચાલુ હશે તો એપમાં તે મોબાઈલનું લોકેશન અને તેની સ્થિતિ બતાવશે કે કેટલું ચારજિંગ છે , કયું સિમ કાર્ડ છે . અને તમે ઈચ્છો તો તેમાં 5 મિનિટ સુધી રિંગ પણ વગાડી શકશો અને તમે તમારા તે મોબાઈલને અહીં બેઠા સિક્યુર પણ કરી શકશો .


તમે તેમાં અહીંથી પાસવર્ડ પણ લગાવી શકો છો અથવા તમે તેમાં એવી સિસ્ટમ પણ ગોઠવી શકો છો કો જેથી કોઈ વ્યક્તિને તે મોબાઈલ મળે તો તે તમને તમે એપમાંથી નાખેલા નંબર ઉપર સીધો સંપર્ક કરી શકે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે