રજાના દિવસે પણ શાળાઓ ચાલુ હતી: ભયંકર અકસ્માત

A PLUS INFORMATION
0
હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોનાં મોત: ઓવરટેક કરવા જતા ઘટના બની, 15થી વધુ બાળકો ઘાયલ; ઈદની રજામાં પણ શાળા ચાલુ હતી.હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે બાળકોથી ભરેલી એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 5-6 બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે 15 બાળકો ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી બાદ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ

અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા

છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું

કહેવાય છે.

મહેન્દ્રગઢના કનિના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી. ગુરુવારે સવારે બસ 35 બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. દરમિયાન ઉનાણી ગામ પાસે સ્કૂલ બસ ઓવરટેક કરતી વખતે અચાનક પલટી ખાઈ ગઈ હતી.

આ દરમિયાન જોરદાર ધડાકો થયો અને બૂમાબૂમ થઈ હતી. પાંચ બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
રજાના દિવસે પણ શાળાઓ ચાલુ હતી માહિતી મળતાં જ લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અનેક બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તે પછી પણ ખાનગી શાળાએ રજા આપી ન હતી. બસમાં 35 બાળકો હતાં.
ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top