સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. આ પ્રોજેક્ટ આશરે સિત્તેર હેક્ટરમાં છે. સાયકલ ચલાવવા અને ચાલવા માટેનાં ટ્રેક્સ, પાર્ક અને બગીચા, માર્કેટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટ ઓવર બ્રીજ જે હાલમાં બની રહ્યો છે વગેરે અહીંની મુખ્ય વિશેષતાઓ છે. રિવરફ્રન્ટ અનેક ગુજરાતી તેમજ બોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલ છે. દર વર્ષે અહીં સાબરમતી મેરેથોન, સાબરમતી સાયક્લોથોન, ફ્લાવર શો, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને એર શોઝ જેવી અનેક વાર્ષિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ની અચૂક મુલાકાત લેવી.
લોકેશન : રિવર ફ્રન્ટ, અમદાવાદ
કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 5 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 6 કિલો મીટર, એરપોર્ટ થી 9 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો. વિશેષ ઉલ્લેખ : રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, રિવરફ્રન્ટ બાયોડાઇવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, રિવરફ્રન્ટ માર્કેટ, ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક, શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક
समय : 6 AM to 10 PM
કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક
પ્રવેશ ફી : ફ્રી, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને અન્ય પ્રવૃત્તિઓ માટે અલગથી ફી હોય છે.