નીતિન ગડકરી: હું પ્રચાર નહી કરૂં.

0 A PLUS INFORMATION
હું પ્રચાર નહી કરૂં, મારો એક પૈસા નો ભ્રષ્ટાચાર સાબિત કરી દેખાડો, મારા બેનર નહી લાગે, રેલી નહી નીકળે, રોડ શો નહી કરૂં, હું મત નહી માગું, મત આપવા હોય તો આપો.…નિતીન ગડકરી

Happy Birthday Nitin Gadkari : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દેશની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં મોખરે છે. અગાઉની સરકારના રૂ. 3.85 લાખ કરોડના અટવાયેલા હાઇવે પ્રોજેક્ટને પુનર્જીવિત કર્યા છે.


આજે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી (Minister for Road Transport) અને મોદી સરકારના સૌથી સફળ મંત્રીઓમાંના એક નીતિન ગડકરી (Nitin Gadkari) નો જન્મદિવસ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે 65 વર્ષના થયા. વર્ષ 2009માં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ (Former National President of BJP) તરીકેની જવાબદારી સંભાળી હતી. મહારાષ્ટ્રના વતની, ગડકરી રાજ્યના જાહેર બાંધકામ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન રસ્તાઓના વિકાસ માટે જાણીતા છે. આ સાથે જ તેઓ કેન્દ્રીય મંત્રી રહીને દેશમાં સારા અને વિશ્વ સ્તરીય રસ્તાઓનું નેટવર્ક રચવામાં કામમાં લાગેલા છે. ભાજપામાં તેમને ઘણો પ્રેમ અને સન્માન આપવામાં આવે છે. જોકે ગડકરીએ પણ વિવાદોને જન્મ આપ્યો છે, તેમ છતાં તેઓ તેમનું મંત્રી પદ ગુમાવ્યા વિના આગળ વધવામાં સફળ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દેશની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં મોખરે છે. અગાઉની સરકારના રૂ. 3.85 લાખ કરોડના અટવાયેલા હાઇવે પ્રોજેક્ટને પુનર્જીવિત કરવા હોય કે ગંગા નદી પર કાર્ગો શિપમેન્ટ શરૂ કરવા હોય, ગડકરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મોખરે રહ્યા છે. તેમણે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે અને ઝોજિલા ટનલ જેવા કેટલાક મોટા અને મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.

ગડકરીએ રાહુલને આપ્યો હતો જવાબ

જ્યારે રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું ત્યારે મામલો ફેબ્રુઆરી 2019નો છે, જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને કોંગ્રેસ અધ્યક્ષના હિંમતના પ્રમાણપત્રની જરૂર નથી. વાસ્તવમાં, ગડકરીએ બીજેપી કાર્યકર્તાઓને એક સલાહ આપી હતી, જેના પછી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે તમે ભાજપમાં એકમાત્ર મજબૂત નેતા છો. જેમને પર ગડકરીએ કહ્યું કે રાહુલજી મને તમારા તરફથી હિંમતના પ્રમાણપત્રની જરૂર નથી, પરંતુ મને નવાઈ લાગે છે કે એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ તરીકે તમે અમારી સરકાર પર હુમલો કરવા માટે મીડિયા દ્વારા રજૂ કરાયેલા ખોટા સમાચારોનો ઉલ્લેખ કરી રહ્યા છો, આ તાકાત છે મોદી અને અમારી સરકારની કે તમારે બીજાના ખભાનો સહારો લેવો પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે