ઇઝરાઇલ ક્ષેત્રવાર અનુસાર વિશ્વ ના સૌથી નાના દેશો માં નો અેક છે. ઉતર થી દક્ષિણ 470 કિલોમીટર અને પૂર્વ થી પશ્ચિમ ફક્ત 135 કિલોમીટર છે, જેનું ક્ષેત્રફળ ગુજરાત રાજ્ય ના ક્ષેત્રફળ કરતા લગભદ દસમાં ભાગ જેટલું છે.
ઇઝરાઇલ ની ભાષા હિબ્રુ છે, જેને માનવજાત ની સૌથી જૂની ભાષાઅો માંની અેક ગણવામાં અાવે છે. તેમાં અરબી ભાષા ની જેમ જમણે થી ડાબે તરફ લખાય છે.
ઇઝરાઇલ ની વસ્તી અંદાજે 9 મિલિયન છે, જેમાં 7 લાખ યહૂદી અને 2 મિલિયન ઇઝરાઇલી અારબ છે, જેઅો સાંપ્રદાયિક સંવાદિતા સાથે રહે છે. ઇઝરાઇલ અેક ધર્મ નિરપેક્ષ દેશ છે જ્યાં બહુજ મોટી સંખ્યા માં મસ્જિદ અને ચર્ચ ફેલાયેલા છે. મોટાભાગે લોકો નો દ્રષ્ટિકોણ અેવો છે કે ઇઝરાઇલ દેશ ઇસ્લામ વિરુદ્ધ છે, જે સાચું નથી. હું ત્યાં રહ્યો છું અેટલે અા મારુ વ્યક્તિગત મંતવ્ય છે.
સ્ત્રી હોય કે પુરુષ બે વર્ષ માટે મિલિટ્રી ફરજિયાત છે, અપવાદ એ લોકો જ છે જેઅો ચુસ્ત પણે ધર્મને અનુસરી રહ્યા છે.
દર શુક્રવાર સાંજ થી શનીવાર સાંજ સુઘી શબ્બાત હોય છે, અેટલે કે યહૂદી માં પવિત્ર દિવસ. દરેક હોટેલમાં શબ્બાત માટે અલગ લિફ્ટ હોય છે, જે ધર્મગુરુ માટે અનામત રાખવામાં અાવે છે. શબ્બાત દરમિયાન યહૂદી લોકો ચૂલો ન પ્રગટાવે અેટલે હોટેલ માં પણ તમને તાજો રાંઘેલો ખોરાક ન મળે, ભઠ્ઠી માં અાગલા દિવસે બેક થયેલો ખોરાક જ મળે. અાપણે જેમ વર્ષ માં અેકવાર ટાઢી સાતમ કરીઅે તેમ. તે જ કારણ થી ઇઝરાઇલી બેકડ ફૂડ રેસીપી વિશ્વમાં શ્રેષ્ઠ છે. ચુસ્ત યહૂદી લોકો શબ્બાત વખતે વીજળી નો પણ ઉપયોગ નથી કરતા.
કોશર ખોરાક: ઇઝરાઇલ માં તેનું ચુસ્ત પણે પાલન કરવામાં અાવે છે. તેઅો માંસ (માછલી સિવાયનું) અને ડેરી ઉત્પાદનો ભોજન માં અેકસાથે નથી લેતા. ઇઝરાઇલી બ્રેકફાસ્ટ વિશ્વ માં બહું પ્રખ્યાત છે, જેમાં ડેરી ઉત્પાદનો ભરપૂર હોય છે. અેટલે જ હોટેલ ના બ્રેકફાસ્ટ માં કદી માંસ ની વાનગીઓ નથી હોતી.
Drip Irrigation (ટપક સિંચાઈ): કૃષિ ક્ષેત્ર માટેની નવીનતમ તકનીક વિશ્વ ને ઇઝરાઇલ ની અેક અનોખી ભેટ છે. ઇઝરાઇલ માં જમીનનો મોટો ભાગ પત્થર ના રણ (Judean Desert) થી છવાયેલો છે જ્યાં વરસાદ નો અભાવ છે. અા જગ્યા પર બહું મોટા પ્રમાણ માં ખેતી થાય છે, જે Drip Irrigation અને Green House Effect થી જ શક્ય બને છે. ઇઝરાઇલ માં પાણી ની અછત હોવા છતા પણ ત્યાં વિશ્વની શ્રેષ્ઠ સ્ટ્રોબેરી ઉગે છે જેની ખેતી માં મહત્તમ પાણીની જરૂર હોય છે.
હવે હું મારા અમુક ફોટા મારફત ઇઝરાઇલ ની થોડી રસપ્રદ બાબતોનું વર્ણન કરુ છુ.
વેસ્ટર્ન વોલ (Western Wall) - જેરુસલેમ નું અેક ખૂબજ ધાર્મિક સ્થળ છે. યહૂદીઅો અહીં પૂજા કરે છે, મેં પણ અહીં તેમની સાથે પૂજા કરવાનો અનુભવ લીઘે હતો. અહીં જતા પહેલા માથા પર કીપાહ (skull cap) પહેરવી ફરજીયાત છે. મુસ્લિમ લોકો પણ અાને ધાર્મિક મહત્વનું સ્થળ માને છે. અેવું માનવામાં અાવે છે કે પ્રોફેટ મોહમ્મદ પયગંબર અહીં થઇને સ્વર્ગના માર્ગ પર ગયા હતા.
Via Dolorosa Street - ઇઝરાઇલના જેરુસલેમના ઓલ્ડ સિટીમાં વાયા ડોલોરોસા એક સરઘસનો રસ્તો છે, ઈસુ ખ્રિસ્ત ને અા રસ્તે થઇ ને તેમના વધસ્તંભ પર લઇ જવાયા હતા.
ડેડ સી (Dead Sea) - અા વિશ્વનું સૌથી નીચું બિંદુ છે, જે 1300 ફુટ સમુદ્ર સપાટી થી નીચે છે. અા સમુદ્રમાં સામાન્ય દરિયાઇ પાણી કરતા 10 ગણું વધુ મીઠું છે, જેથી અહીં કોઇ દરિયાઇ જીવન શકય નથી. અહીં પાણી ની ઘનતા માનવી ના શરીર ની ઘનતા કરતા વઘારે છે અેટલે તમને તરતા ન અાવડતું હોય તો પણ તમે ડુબી શકતા નથી, છે ને અદભૂત!
મસાડા (Masada) - યહૂદીઅો ને ગુલામી મુક્ત કરવાના ઇતિહાસ માં અેક મહત્વપૂર્ણ ચેપ્ટર છે. અા યહૂદીઅો ના નિશ્ચય અને બહાદુરીનું પ્રતીક છે, અાજે પણ ઇઝરાઇલી સૈનિકોએ અહીં શપથ લઇને પોતાને દેશ ને સમર્પિત કરે છે
ઇઝરાઇલ વિશે તમે કઈ રસપ્રદ બાબત જણો છો?