માણસમાં કયો સ્વભાવ સારો નથી?

0 A PLUS INFORMATION
દરેક વાત માં નેગેટિવ વિચારવાનો ! આ સ્વભાવ બિલકુલ સારો નથી .. એક વખત આ સ્વભાવ થી દૂર થાઓ તો જીવન ધીમે ધીમે સારું થવા લાગે ! હવે બધા આ સમજાવશે જ એટલે આપણે એક વાર્તા વાંચીશું દીપિકાબેન ના જીવન માં થોડા દિવસ પેહલા ઘટેલી ,જે એ પોતે જ અહીં લખશે (હું મારી વાત કરું દિપીકા પાદુકોણ ની નહિ , ક્યારેક માણસ પોતાને પણ ઈજ્જત થી બોલાવી શકે 😝)

તો મારા ફોઈ ઢેબરાં બનાવે ને એટલે એટલા જોરદાર કે માણસ એક ઢેબરું ખાઈ ને જ ધરાઈ જાય અને પછી એને એ ઢેબરાં નો ચસ્કો લાગે 😂 મને આ ઢેબરાં એટલા ગમવા લાગ્યા કે મેં નક્કી કર્યું કે હું આને તો શીખી ને જ રહીશ.. હું એમના ઘરે ગઈ અને મેં લાઈવ ટ્રેનિંગ લીધી.

મહિનો ઘરે કામ ચાલ્યું એટલે બનાવ્યું નહિ પણ કામ પત્યું એટલે બનાવ્યા … હવે આમાં થયું એવું કે બધી જ વસ્તુઓ માપ ની નાખી હતી…

ખબર નહિ ક્યાં ભૂલ થઈ કે હળદર વધારે પડી ગઈ … પેહલા મારી સિકસ્થ સેન્સ એ મને કહ્યું કે યાર પેહલા થોડા તળી ને ટેસ્ટ કરી જોઉં , મમ્મી ઘરે હતી નહિ… તળાયા એટલે એવા લાલ લાલ થઇ ગયા જાણે કોઈ છોકરી એકદમ ગુસ્સે થઈ ને બેઠી હોય , અને ટેસ્ટ પણ એવો આવ્યો …

મારું તો મન ગભરાઈ ગયું કે મેં આટલો બધો લોટ બાંધી દીધો હમણાં મમ્મી આવશે અને મારી ધોલાઈ પાક્કી વરસો પછી 🤣🤣🤣

હું વિચારતી હતી કે લોટ ને કેમ નો નાખી આવું 😐 પણ પછી મારા દિમાગ માં ઘંટી વાગી મને યાદ આવી મારા બેસ્ટ ફ્રેન્ડ ની કે એની પાસે જરૂર આઈડિયા હશે અને બસ મેં એને પૂછ્યું કે ગૂગલ બાબા હળદર વધારે પડી જાય તો શું કરવું 😂 એમણે જવાબ આપ્યો કે કંઈ નહિ બાલીકે! એમાં લીંબુ વધારે નાખી દે !એના થી ટેસ્ટ બેલેન્સ થઈ જશે 😇કા તો ગળ્યું નાખી દે .. પછી મેં બંને નાખી દીધા થોડા થોડા 😁😁

અને નાખી દીધા પછી મમ્મી ની એન્ટ્રી થઈ 😁 અને આ વખતે એ ઢેબરું એવું દેખાયું જાણે કે મારી સામે હાસ્ય કરી ને કહેતું હોય કે જોયું , ઢેબરાં બનાવવાની સાથે તને લાઈફ ની પણ જરૂરી શિખામણ આપી કે જ્યારે નેગેટિવ વિચારવાનું બંધ કરીશ અને મગજ શાંત રાખીશ તો જવાબ આપો આપ સુઝી જશે .. સાથે બીજી શીખ કે જીવન ભલે બગડે તમે થોડી સૂઝ બુઝ રાખી ને ફરી ગાડી પાટે લાવી જ શકો છો.

હવે આણે આટલી શિખામણ આપી તો એનો એક ફોટો તો બને છે :)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે