ભાડા કરાર 11 મહિનાનો જ કેમ કરવામાં આવે છે?

A PLUS INFORMATION
0
નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ કે પછી તમે ભાડેથી કોઈ મિલકત લીધી હોય, તો તમે તેનો ભાડા કરાર બનાવ્યો જ હશે. અને એ ઘણું જરૂરી પણ છે. તેમજ જો તમે કોઈને તમારું ઘર, દુકાન કે અન્ય કોઈ જગ્યા ભાડે આપી હોય, ત્યારે પણ તમે ભાડા કરાર બનાવ્યો હશે.

પણ શું તમને કયારેય પણ ભાડા કરાર બનાવતી વખતે એવો વિચાર આવ્યો કે, આ ભાડાકરાર 11 મહિનાનો જ કેમ બનાવવામાં આવે છે? જે લોકો પણ આ કરાર કરતા હોય તેમાંથી ઘણા લોકોને આ ખબર હોતી નથી. આથી આજે અમે તમને જણાવીશું કે 11 મહિનાનો ભાડા કરાર કેમ બનાવવામાં આવે છે?


પહેલા એ જાણી લો કે, ભાડા કરાર શું હોય છે?

અંગ્રેજીમાં ભાડા કરારને લીઝ એંગ્રીમેન્ટના નામે ઓળખવામાં આવે છે. આ કરાર જે તે મિલકતના માલિક અને ભાડુઆતના બચ્ચે થયેલો લેખિત કરાર હોય છે. આ કરારમાં મિલકત સાથે જોડાયેલા બધા નીતિ-નિયમ લખેલા હોય છે. જેમ કે મિલકતનું સરનામું, ટાઈપ અને જગ્યા કેટલી છે, મહિને કેટલા રૂપિયા ભાડું હશે, સુરક્ષા થાપણ કેટલી છે અને મિલકત કયા કામ માટે ભાડા પર આપવામાં આવેલ છે, તેનું એગ્રીમેન્ટ ડ્યુરેશન શું છે, વગેરે.

અને આમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવા માંગતા હોય, તો બંને પાર્ટીની સહી કરતા પહેલા એ બદલાવ કરી લેવો પડે છે. કારણ કે એકવાર સહી થઈ ગયા પછી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નહિ થાય.

શા માટે ભાડા કરાર 11 મહિનાનો હોય છે?
ભાડા કરાર 11 મહિનાના સમય માટે જ કેમ કરવામાં આવે છે? તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, રજીસ્ટ્રેશન એક્ટ 1908 ના આધારે લીઝ એગ્રીમેન્ટ જો 12 મહિના કરતા વધારે સમયનો હોય, તો તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી રહે છે. કોઈપણ કરારને રજીસ્ટર્ડ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી આપવામાં આવે છે. આ ફી થી બચવા માટે કરાર 12 મહિનાના બદલે 11 મહિનાનો કરાર બનાવે છે જેથી તે ફી થી બચી શકે.

કેટલો થાય છે રજિસ્ટ્રેશન કરવાનો ખર્ચ?

ઉદાહરણ તરીકે, સુરતમાં 5 વર્ષની લીઝ સ્ટેમ્પ પેપરની કોસ્ટ વાર્ષિક કુલ કિંમતના 2 ટકાની છે. આ સુરક્ષા થાપણ કરારનો એક ભાગ છે. તેમાં ફી ના 100 રૂપિયા વધારે જોડવામાં આવે છે. જયારે લીઝ 5 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછી છે, તો 3 ટકા તેની એવરેજ એન્યુઅલના લાગે છે.


એટલે આ ખર્ચાથી બચવા માટે મિલ્કતના માલિક અને ભાડુઆત એકમેક સાથે કરાર રજીસ્ટ્રેશન કરાવતા નથી. પણ જો તમે આ બધું કરવા માંગતા હોય, તો લીઝનું રજીસ્ટ્રેશન કરવા માટે મિલકતના માલિક અને ભાડુઆત બંને લોકોએ અડધો-અડધો ખર્ચ ઉઠાવવો પડે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top