અંતે કંટાળીને ખેડૂતે વિચાર કર્યો કે ગધેડો આમેય બૂઢો થઈ ગયો છે, અને કૂવો ઓલમોસ્ટ સુકો છે. આગળ જતા કોઈ માણસ તેમાં પડી ના જાય એ માટે ગધેડા સાથે કૂવો પૂરી દેવો જોઈએ.
(માણસ જાત હંમેશા દગાબાજ)
તેણે બધા પાડોશીઓને બોલાવ્યા અને કહ્યું કે, આ રહ્યા પાવડા, મને મદદ કરો... બધા રેતી નાખીને કૂવો પૂરી દઈએ. બધાએ મદદ કરવા માંડી.
ગધેડાને ખબર પડી કે શું ચાલી રહ્યું છે એટલે તેનુ રુદન વધ્યું. પણ બધાના આશ્ચર્ય વચ્ચે થોડી રેતી નાખ્યા બાદ તેનુ રુદન અને બૂમાબૂમ બંધ થઈ ગઈ.
ખેડૂતને કુતૂહલ થયું... અને કૂવામાં નજર કરી તો પોતાના શરીર પરથી ખેડુ આણી કંપનીએ નાખેલી રેતી ખંખેરી દેતો હતો. ધીમે ધીમે રેતી વધતી જતી હતી તેમ તેમ તે પણ ઉપર આવતો જતો હતો...અંતે કૂવાની બહાર આવી પોતાને રસ્તે પડ્યો.