"ચાણક્ય નીતિ 4"

A PLUS INFORMATION
0
દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે. તેની ભાષા ઉપરથી તેના દેશની જન થાય છે. તેના વ્યવહારથી તેના કુળનું, અને શરીર જોઈ તેના ખાવા-પીવા વિષે જાની શકાય છે.
પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું, પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી. આવી વાતોથી દુર રહેવામાં જ ભલાઈ છે.

દુશ્મનના શરણે જવાથી ધન મળે, એવા ધન કરતા માનવી નિર્ધન રહે એ જ સારું. એના જીવન કરતા મૃત્યુ ભલું.

પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ દશ વરસ માનવી પાસે રહે છે, ત્યારબાદ એ ધન મુદ્દલ સાથે નાશ પામે છે. એટલે હમેશા પાપની કમાણીથી દુર રહો.

શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હમેશા નુકશાન પહોંચાડે છે કારણકે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે.

આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન, જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.

ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે, ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે. કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.

વિધા સૌથી મોટો ગુણ છે, જેવી રીતે કામધેનું ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજ્ય ગણવામાં આવે છે, તેની પૂજા થાય છે, તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેમને સન્માન મળે છે, આદર મળે છે.

આ દુનિયામાં કોઈપણ માનવી એવો નહિ હોય જેમાં કોઈ દોષ નહિ હોય, કોઈ ખામી નહિ હોય, અથવાતો તેના વંશમાં કોઈ દોષ નહિ હોય. જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.

જ્ઞાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે, ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે, કારણકે એ કન્યા જે સંતાન ને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારીજ બનશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top