પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઇએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો छे.
અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.
હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.
આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી.
પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.
ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડયે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે.
અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.
જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિધા પ્રાપ્ત થાય છે.
આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો.
હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે.
જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.
આત્મા સાથે પરમાત્મા છે. મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે.