જાણો ગુજ્જુ લવ ગુરુ નો પરિશ્રમ 💯💯💯💯

2 A PLUS INFORMATION
આજે આપણે ગુજ્જુ લવ ગુરૂ ના પરિશ્રમ વિષે વાત કરવાના છીએ.

કહેવાય છે ને કે, આ જગતમાં ટેલેન્ટની કમી નથી અને આ આમ પણ સાચું પણ પડ્યું જ છે. એવા અનેક કલાકારો થઈ ગયા જેને અથાગ પરિશ્રમ અને મહનેત થકી જીવનમાં ખૂબ જ સઘર્ષ કરીને લોકપ્રિય બનેલ. આજે આપણે એક એવા જ કલાકાર ની વાત કરવાના છે જેઓ આજે ગુજ્જુ લવ ગુરુ તરીકે ઓળખાય છે. તેમને પોતાના જીવનમાં ખૂબ જ ખરાબ દિવસો જોયેલા પરતું ક્યારેય હિંમત ન હાર્યા.આજે આપણે વાત કરી રહ્યા છીએ સુઇગામ ના ચંદન રાઠોડ ઉર્ફ સોશિયલ મીડિયામવા લાખોમાં ફોલોઅર્સ ધરાવતા કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરની.જેને અથાગ પરિશ્રમ કૃએ પસાર્થક કર્યું છે,બનાસકાંઠા જિલ્લાના સુઇગામ માં અંદરના ભાગે દેશી નળિયાં વાળા મકાનમાં માતાપિતા ભાઈ બહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા ચંદન રાઠોડ સાવ સામાન્ય પરિવારના છે. પિતા ઘેગાભાઈ હાજરાભાઈ રાવણા રાજપૂત ખેતમજૂરી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે,પોતાની જમીન નથી,ચંદન રાઠોડે જણાવ્યું કે ૧૫ વર્ષ પહેલાં એક અકસ્માતમાં માતા પિતા અને બહેનને ઇજાઓ થયેલ,જેમાં માતા અને બહેનની સારવારમાં ઘરના બધા દાગીના વેચાઈ ગયા.વધુ પૈસાની જરૂર પડતાં ઉછીના વ્યાજે લાવી સારવાર કરાવી,મોટું દેવું થઈ જતાં પિતાએ કોઈકની જમીન ભાગે રાખી ખેતમજૂરી કરી,પણ જ્યાં જમીન વાવી ત્યાં પણ કઠણાઈ કે પાક નિષ્ફળ જતાં દેણું વધતું ગયું,લેણીયાતો ઉઘરાણીએ આવતા જીજીઝ બાદ અભ્યાસ છોડી પિતાને મદદ કરવાના હેતુથી મોરબીના સીરામીક ઉદ્યોગમાં મજૂરી કરવા ગયા,અને ત્યાં સતત સાત વર્ષ હોટલમાં ચા ની કીટલી પર કામ કર્યું,પરિસ્થિતિ સામે હાર માનવાને બદલે તેમણે પરિસ્થિતિને અનુકૂળ મથામણ ચાલુ રાખી,શરૂઆતમાં ટિકટોકના વિડીયો જોઈ કાકા ભત્રીજાના રોલનો વિડીયો ટિકટોકમાં નાખ્યો,જેમાં લોકોનો રિસ્પોન્સ મળતાં ધીરેધીરે ટિકટોક સ્ટાર બની ગયા.પરંતુ કમનસીબે ટિકટોક બંધ થઈ ગઈ,તેમ છતાં સોસીયલ મીડિયામાં જ પોતાનું સ્થાન જમાવવા ગુજ્જુ લવ ગુરુ નામની યુટ્યુબ ચેનલ બનાવી, અત્યારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ,રોપોસો,જોશ તેમજ ફેસબુક જેવા સૌસીયલ મીડિયામાં તેઓ પ્રખ્યાત છે, 


1.યુટ્યુબમાં ૪.૭૦ લાખ, gujju love guru
2.ઇન્સ્ટાગ્રામમાં ૧મિલિયન છે.,@gujjuloveguruofficial
3.જોશમાં ૫.૫૦ લાખ ફોલોઅર્સ છે,


લાખોમાં ફોલોઅર્સ ધરાવતા ગુજ્જુ લવ ગુરુ સરહદી સુઇગામ તાલુકાના સોસીયલ પ્લેટફોર્મમાં મિમિકી આર્ટિસ્ટ તરીકે ઉભરી આવેલ છે,કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુએ ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સાથે થોડા સમયમાં રીલિઝ થનાર ઋતું અધૂરી વાર્તાનો છેડો ગુજરાતી ફિલ્મમાં કોમેડી અભિનય કર્યો છે.તારા પ્રેમને શુ નામ દઉં?નામક ટેલીફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો, તેમણે ૫૦થી વધુ આલ્બમમાં એક્ટિંગ સાથે અભિનય કર્યો છે, ૧૨ થી વધુ ગીતો જાતે જ બનાવી જાતે જ કમ્પોઝ કરેલ છે,નાનો ભાઈ પરેશ તેમના કાર્યમાં મદદ કરે છે,ઝીરોમાંથી હીરો બનેલા કોમેડી કિંગ ગુજ્જુ લવ ગુરુ સોસીયલ મિડીયાના પ્લેટફોર્મ પર ઉભરી આવેલું એક પ્રખ્યાત નામ છે,જેમણે બનાસકાંઠા ના સરહદી સુઇગામ નું નામ દેશ દુનિયામાં ગુંજતું કર્યું છે,પોતાના હસમુખા સ્વભાવ અને નિખાલસ વ્યક્તિત્વના લીધે તેઓ મળવા જેવા માણસ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે