મોદી કેબિનેટ શપથ લે એ પહેલાં કદાવર કોંગ્રેસી નેતાની મોટી માગ, કહ્યું - 'પહેલો હક રાજસ્થાનનો...'

A PLUS INFORMATION
0
મોદી કેબિનેટ શપથ લે એ પહેલાં કદાવર કોંગ્રેસી નેતાની મોટી માગ, કહ્યું - 'પહેલો હક રાજસ્થાનનો...'
Image Source: Twitter

PM Modi Swearing-In Ceremony: नरेन्द्र भोही आठे सतत ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ પહેલા મોદી વિપક્ષના નિશાન પર છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે X પર પોસ્ટ કરીને લખ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. મીડિયા રિપોર્ટ્સ પરથી લાગી રહ્યું છે કે, આ સરકારની સ્થિતિ નબળી હોવાના કારણે બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા જઈ રહ્યો છે.

પૂર્વ CMએ આગળ લખ્યું કે, 'હું તમને કહેવા માંગુ છું કે વિશેષ રાજ્યનો દરજ્જો અથવા કેન્દ્ર સરકારના વિશેષ ધ્યાનની જરૂર સૌથી પહેલા રાજસ્થાનને છે કારણ કે અમારું રાજ્ય સૌથી મોટું રણ રાજ્ય છે. આખા રાજ્યમાં માત્ર એક નાના ભાગમાં આખુ વર્ષ વહેતી નદી છે અને ભૌગોલિક પરિસ્થિતિ પડકારરૂપ છે.

રાજસ્થાનનું ક્ષેત્રફળ દેશનું 10% છે પરંતુ પાણી માત્ર 1% છે.

कल श्री @narendramodi प्रधानमंत्री पद के लिए शपथ लेंगे। मीडिया की खबरों से लगता है कि इस सरकार की स्थिति कमजोर होने के कारण बिहार और आंध्र प्रदेश को विशेष राज्य का दर्जा मिलने वाला है। मैं आपको बताना चाहता हूं कि विशेष राज्य के दर्जे या केन्द्र सरकार के विशेष ध्यान की सबसे पहली...

વિશેષ રાજ્યનો દરજ્જો મેળવવાનો પહેલો હક રાજસ્થાનનો

અશોક ગેહલોતે આગળ લખ્યું કે, અમારા ગામડાઓ વચ્ચેનું અંતર એટલું વધારે છે કે, વીજળી, પાણી, રસ્તા સહિત દરેક સેવાની ડિલિવરીનો ખર્ચ ઘણો વધારે છે. ઉદાહરણ તરીકે અહીં જલ જીવન મિશનમાં પાણીનું એક કનેક્શન લગાવવાનો ખર્ચ ક્યાંક-ક્યાંક 20,000 રૂપિયાથી પણ વધારે છે. અમારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓનું ક્ષેત્રફળ તો દેશના રાજ્યો કરતા પણ વધુ છે. આવી સ્થિતિમાં વિશેષ રાજ્યના દરજ્જાની અમારી જૂની માગ કાયમ છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગ કરું છું કે, વિશેષ રાજ્યના દરજ્જા પર પ્રથમ હક રાજસ્થાનનો છે. આ માગને પૂરી કરવી જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top