Surat news, Gujarat news

0 A PLUS INFORMATION
પ્રકારની વાતો સાંભળતા હશો અને જોતા પણ હસો પણ ગુજરાતના સુરતમાં ભણેલા ગણેલા યુવાનોએ લાજ મર્યાદા નેવે મૂકી છે.

સુરતની ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા 4 મિત્રોની સગાઈ થઈ ગઈ હતી. હવે આ 4 મિત્રોને એકબીજાની ફિયાન્સીની સ્વાઈપ કરવાનો જબરો શોખ ચડ્યો... માલદાર પરિવારોમાં વાઈફ સ્વેપિંગના કિસ્સાઓ તો આપણે સાંભળ્યા છે પણ અહીં તો ફિયાન્સી સ્વાઈપ કરવાની આ લોકોએ શરૂઆત કરી હતી. સૌથી મોટી બાબત એ છે કે 3માંથી 4 મિત્રોની ફિયાન્સી તો આ માટે તૈયાર થઈ ગઈ પણ ડોક્ટર યુવતીએ ઈન્કાર કરતાં આખરે મામલો બહાર આવ્યો...

હજુ તમારા લગ્ન પણ થયા નથી શું ભરોસો કે એ વ્યક્તિ તમારી સાથે લગ્ન કરશે. એ તમારી પર ભરોસો મૂકી શકશે કે તમે લગ્ન પહેલાં જ એના મિત્રના બિસ્તર ગરમ કરતા હતા. આજની યુવા પેઢીને આ નવો શોખ જાગ્યો છે. સુરતનો તો આ એકમાત્ર કેસ છે આ પ્રકારની ઘટના સમાજમાં બનતી હસે પણ બહાર આવતી નહીં હોય... અહીં ફિયાન્સને બીજા મિત્ર પાસે રાત ગુજારવા મોકલવાની વાત છે. લગ્ન એ પવિત્ર બંધન ગણાય છે. તમે સાત ફેરા લઈને સાત વચનો આપો છે. અહીં તો લગ્ન પહેલાં જ સંબંધોના ધજાગરા ઉડાડવાના શરૂ થયા હતા.

યુવતીઓ કેવી રીતે તૈયાર થઈ એ સૌથી મોટો સવાલ છે. યુવકનું મન એવું હોય છે કે એક જગ્યાએ ભાગ્યે જ ટકતું હોય છે. લગ્ન પહેલાં છોકરા અને છોકરીઓની અનેક ગર્લફ્રેન્ડ હોય છે. લગ્ન પછી પણ ઘણા આડાસંબંધો રાખતા હોય છે પણ જ્યારે આ બાબતનો ખુલાસો થાય ત્યારે મહાભારત, રામાયણ થતી હોય છે. ગુજરાતના સુરતમાં તો ચાર મિત્રો પોતાની ફિયોન્સીને બીજા સાથે સ્વાઈપ કરતા 4 આ એક હતા. જેમાંથી એક યુવતીએ કંટાળીને શહેરના પાર્ટીદાર સમાજના અગ્રણી પાસે જઈને પોતાની વ્યથા ઠાલવી તો સમગ્ર મામલો બહાર આવ્યો છે

સુરત શહેરના આ ચારેય ડોક્ટરોની ઉંમર 24થી 28 વર્ષ સુધીની છે. તમામે MBBS સુધીનો અભ્યાસ કર્યો છે. મૂળ સૌરાષ્ટ્રના આ ચારેય ડોક્ટરોની સગાઈ થઈ હતી. તેઓ ધોરણ 11 સાયન્સમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. આ પૈકી બે યુવતી આઈટી સેક્ટરમાં છે અને એક યુવતી પેરામેડિકલમાં નર્સ તરીકે કામ કરી રહી છે.

આ કહેવાતી ચંડાળ ચોકડીમાં એક યુવકની ફિયાન્સી એક યુવતી ડોક્ટર છે. 3 યુવતીઓને આ મિત્રોએ કોઈ પણ રીતે મનાવી લીધી હતી. પરંતુ અન્ય ડોક્ટર યુવતી આ બાબતે સહમત થતી ન હતી. તેને તેના ફિયાન્સ દ્વારા બળજબરીપૂર્વક અન્ય ત્રણ મિત્રો પાસે મોકલવામાં આવતી હતી. સમગ્ર કિસ્સો સમાજના મોભી સુધી પહોંચ્યો હતો. પછી અંતે યુવતીએ સગાઈ તોડી હતી. ખરેખર સોશિયલ મીડિયાનો પ્રભાવ ક્યાં સુધી પહોંચ્યો છે આ એકમાત્ર કિસ્સો સાબિત કરી રહ્યો છે. સોશિયલ મીડિયા આવી માનસિક વિકૃતિનું પરિણામ છે. સામાજીક દ્રષ્ટિએ વખોડવા પાત્ર છે. લોક જાગૃતિ જરૂરી છે.

મીડિયામાં વાયરલ થયેલા આ સમાચારે આજે સુરત સહિત ગુજરાત ભારે ચર્ચા જગાવી છે. જોકે, આ કેસમાં કોઈ ઓફિશિયલ ફરિયાદ થઈ ન હોવાથી આ મામલે સત્તાવાર વિગતો કોઈની પાસે નથી પણ સુરતમાં દૈનિક પેપરોમાં છપાયેલા અહેવાલોને પગલે આ સમાચાર ચર્ચામાં રહ્યાં છે. આ બાબતે કોઈ ચીંટિંગની ફરિયાદ કરે તો પોલીસ પણ આ કેસમાં રસ લે પણ સામાજિક સ્તરે જોડાયેલો આ કેસ હોવાથી સૌએ આ મામલે ચૂપકીદી સેવી લીધી છે પણ સુરતમાં કયા ડોક્ટર અને કોણ છોકરીઓ છે એ સૌ કોઈ જાણવા માગે છે પણ હાલમાં આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે