શેર બજારમાં "put" અને "call" : એ શું છે?

A PLUS INFORMATION
0
પહેલાં તો માત્ર શ્ર બજારમાં જ put અને call હોય છે તેવુ નથી કોમોડીટી બજારમાં પણ put અને call હોય છે.

૧) સ્ટોક અને કોમોડીટી એકસચેન્જ દ્વારા વ્યવહારો કરવા માટે એક ઓપશન વ્યવહાર મુકવામાં આવ્યા હોય છે તે call અને ઓપશન છે.

૨) call એ એવો વ્યવહાર છે કે જેમાં ખરીદનાર જેતે શેરના , કોમોડીટીના ભાવ વધશે એટલે કે તેજી તરફનું વલણ ધરાવે છે જ્યારે put ખરીદનાર મંદી તરફનું વલણ ધરાવે છે.

૩) મારા અનુભવ મુજબ મોટા ભાગે માણસોને આ વ્યવહારનો અભ્યાસ કર્યા પછી પણ સમજાતા નથી અને કેટલાક માણસો તેને જુગાર તરીકે મુલવણી કરી તે શીખવા પ્રયત્ન કરતા નથી.

૪) જુગાર ની વ્યાખ્યા મુજબ જ્યાં માણસે પોતાની આવડત જ્ઞાન વાપરવા જરુરી નથી બધુ જ નસીબ પર છોડવાનું હોય તે જુગાર કહેવાય. અહીં તમારા વિશિષ્ટ જ્ઞાનની આવડતની એકદમ જરુરીયાત છે જેથી તે જુગાર નથી.

૫) ‘Call’ ને સમજાવું તો ચોક્કસ સમય ગાળા માટે વેચનાર ચોકકસ ભાવે તે શેર ચોક્કસ જથ્થામાં ખરીદનારને આપવાનું વચન આપી તે સામે પ્રિમીયમ જે ભાવે સોદો થયો તેટલું પ્રિમિયમ મેળવે છે. વેચનાર અને ખરીદનારે ખરેખર કોઇ શેર આપવાના નથી માત્ર સોદાને નિયત સમયમાં સુલટાવવાનો છે.

હવે ઉદાહરણ પર આવીએ સ્ટોક એક્સચેન્જે (NSE/BSE) આ પ્રકારના સોદામાટે કંપની જાહેર કરી હોય છે. અને કેટલા શેર કે જથ્થામાં સોદો કરવાનો છે તે લોટ નક્કી કરેલ હોય છે. જુદી જુદી કિંમત જેને સ્ટ્રાઇક પ્રાઇસ કહે છે તે નક્કી હોય છે અને સમય ગાળો એક કેલેન્ડર માસ જેટલો સમયના અંતની નક્કી તારીખ સાથે સોદાનું નામ હોય છે.

ધારો કે તમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. ( હવે પછી RIL તરીકે દર્શાવેલ છે) ના call નો વ્યવહાર કરવો છે તો તમે ખરીદ અને વેચાણ પૈકી કોઇ કે બન્ને વ્યવહાર કરી શકો છો જેના માટે તમારી પાસે રીલાયન્સના શેર હોવાની જરુરીયાત નથી કે તમારે ખરેખર શેરની ડીલીવરી આપવા લેવાની નથી.

RIL ફ્યુચર ઓપશનમા છે.
RIL નો લોટ NSE પર ૨૫૦ શેરનો છે એટલે સોદો ૨૫૦ શેરના ગુણાંકમાં જ કરવાનો છે.
સોદાની સમય મર્યાદા શું એપ્રીલ માસના સોદા માટે 27.04.2023.
સ્ટ્રાઇક પ્રાઇસ ૧૮૦૦ થી ૨૮૪૦ સુધીની છે.
હવે RIL નો ભાવ અત્યારે 2360 છે તમને લાગે છે કે તેમાં ટકેલી છે ભાવ વધશે એટલે તમે શેર ખરીદો તો 2360 x250= 590000 રોકવા પડે. એટલે તેને બદલે તમે call ખરીદો તો 2400 ની સ્ટ્રાઇક પ્રાઇસ નો call 25 રુ માં મળે છે ( નીચે NSE ની સાઇટ પરથી લીઘેલ ફોટામાં દર્શાવેલ છે) તેમાં તમારું રોકાણ 6250 થાય. જે તમે ખરીદ્યો અને પછી તેને 35 માં વેચવા મુક્યો વેચાય ગયો તો તમને 250 x 10 = 2500 નફો થાય. અને જે એક દિવસમાં શક્રય છે જેથી તમારા રોકાણ વળતર કેટલુ બધુ થાય.!!

આ ઉદાહરણ છે. આ ટ્રાનજેકશન કરવાની સલાહ નથી સમજ્યા પછી સંભાવનાને ધ્યાનમાં લઇ ટ્રાનજેકશન કરવા.

ઉપરના વ્યવહારમાં ધારોકે પ્રીમીયમ વધ્યુ નહીં તો તમને નુકશાન થાય અને તે પુરેપુરા 6250 સુધી નુકશાન થાય. ધારોકે રીલાયન્સ નો શેર છેલ્લા દિવસ પહેલા 2500 થઇ ગયો તો તમારે ટ્રાન્જેકશન નુ પ્રિમિયમ 150 પણ થઇ જાય અને 150 x 250 = 37500- 6250 નો નફો થઇ શકે.

કોલના પ્રિમીયમ માં દિવસ દરમ્યાન 100% થી વધુ વધારો એક જ દિવસમાં થાય તેવું અનેક વાર જોવા મળે છે. જેથી ઉલ્ટુ થવાની સંભાવના પણ તેટલી જ છે.

ઉપરના વ્યવહારમાં તમે ખરીદનાર હતા પરંતુ જો તમે વેચનાર હો અને RIL નો ભાવ વધે નહી તો છેલ્લા દિવસ પ્રિમિયમ 0.05 થઇ જાય એટલે વેચવાના પુરા પૈસા તમારો નફો. અને તેથી ઉલ્ટુ પ્રિમિયમ શેરના ભાવ વધે તે સાથે વધે તે રીતે 125 પ્રિમિયમ થઇ જાય તો 25000 નુ નુકશાન સહન કરવું પડે. આવુ સંભવ છે ? તો કે હા RIL માં ઉપરી સર્કીટ થાય તો એક દિવસમાં શું શું થઇ શકે તે કલ્પના કરો. જેમકે હમણાં અદાણી એન્ટરપ્રાઇઝમાં તેવુ થયુ જ હતુ ને ?…

Call ના પ્રિમિયમ નો આધાર બજાર પર હોય છે. પરંતુ હાલનો બજાર ભાવ અને અંતિમ તારીખ સુધીમાં કેટલા બજાર દિવસો બાકી છે તે મુજબ માર્કેટના ફેરફાર સાથે પ્રીમિયમ વધે- ઘટે.

એટલે કે પ્રિમિયમનો આધાર સ્ટ્રાઇક પ્રાઇસ અને બજારનાબાકીના દિવસો સાથે સંબંધ ધરાવે છે.

આ ઉપરાંત આ વ્યવહારો અન્ય વ્યવહારો સાથે સ્ટ્રેટેજી ગોઠવી સ્માર્ટ માણસો પૈસા કમાય છે. તમે જોયુ હશે કે જે શેર/ symbol નો કોલ હોય તે વધે ત્યારે પ્રિમિયમ વધે અને ઘટે ત્યારે પ્રિમિયમ વધે. આ વ્યવહારો ટેકનીકલ એનાલીસીસ આધારીત કરવા સારા કારણ કે બજારનો નજીકનો વ્યુ લેવાનો હોય છે.

Put નો વ્યવહાર ઉપર કોલના વ્યવહાર થી ઉંધો છે આજે હું આ લખું છું ત્યારે ૭.૪.૨૦૨૩ છે. બજાર આજે બંધ છે RIL ના Put ના પ્રિમિયમ નીચે ફોટામાં જુઓ. RIL નો છેલ્લો ભાવ 2340.6 Rs. હતો નીચેની બાજુ નજીકની સ્ટ્રાઇક પ્રાઇસમાં પિમિયમ ઉંચુ હોય છે. અને આગળ જતા ઘટતું જાય છે. એટલે ધારોકે RIL શેર ઘટે તો મહિનામાં 1800 નહી થઇ જાય તેથી તેનું પિમિયમ .6 ચાલે છે જ્યારે નજીકની સ્ટ્રાઇક પ્રાઇસ 2340 નું પ્રિમિયમ 38 ચાલે છે. ધારોકે બજાર ખુલે ત્યારે RIL 2300 ખુલ્યો તો આ પ્રિમિયમ 80 ની આસપાસ પહોંચી જાય.

તમે જો 2300 નો put ખરીદ્યો હોય તો જેમ શેર નો હાવ ઘટે તેમ પ્રિમિયમ વધે.

ધારોકે આપણું અનુમાન છે કે બજાર નુ વલણ વધવા તરફી છે તો Call ખરીદવામાં લાભ અને Put વેચવામાં લાભ. બજારનું વલણ ઘટવા તરફ છે તો put ખરીદવામાં લાભ અને કોલ વેચવામાં લાભ.

ઉપર જોયું કે કોલ ખરીદનારની જવાબદારી કોલની કિંમત જેટલી જ છે પરંતુ વેચનારની જવાબદારી અમર્યાદિત છે. છતાં બજાર પંડિતોનું કહેવું છે કે વેચનાર નુકશાન કરતો નથી.

આ જવાબમાં RIL માત્ર સમજવા ઉદાહરણ છે તેનો ભાવ ઘટશે કે વધશે તે હું નથી જાણતો અને આખી વાત ઓપશન ટ્રેડીંગ સમજવા માટે છે. કરવા ન કરવા હું અહીં સલાહ આપતો નથી. અને હું કોઇ એનાલીસ્ટ નથી.

વિષયની સમજ CA અને MBA જેવા અભ્યાસક્રમોમાં આપવામાં આવેલી જ છે મારો પ્રયત્ન સરળતાથી સમજાવવાનો છે.

NSE ની સાઇટ પર Option chain માં વિગત મળી રહે છે નીચે ફોટો ઓપશન ચેઇન નો સ્ક્રીન શોટ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top