અમીર વ્યક્તિ અમીર તરફ આકર્ષાય છે.
અમીર વ્યક્તિ હજુ અમીર થાય છે.
હવે તમારે આ 2 વાત સમજવા જેવી છે અને તમે આ 2 વાતથી સહેલાઇથી સમજી શકશો કે રૂપિયો રૂપિયાને કેવી રીતે ખેંચે છે.
અમીર વ્યક્તિ અમીર તરફ આકર્ષાય છે.
જે અમીર વ્યક્તિ હોય છે તે હંમેશા અમીર થવાનું જ ઈચ્છે અને આ વાત 100% સાચી છે કારણ કે બધાનો એક જ ધ્યેય હોતો હોય કે અમીર જ થવું.
તે વ્યક્તિને અમીર થવું હોય તો તેને એક બીજા અમીર વ્યક્તિની જરૂર પડે અને તે પહેલો અમીર વ્યક્તિ બીજા અમીર વ્યક્તિ પાસે જાય અને કઈક પાર્ટનરશીપ કરે અને પોતાનો કોઈ બિજનેસ કે ધંધો હોય તેને આગળ વધારે અને તે વધારે અમીર થાય.
ઉદાહરણ તરીકે 1 રૂપિયાના 2 સિક્કા એક સાથે ભેગા થાય તો 2 રૂપિયા થાય અને તેવી જ રીતે 2 અમીર વ્યક્તિ ભેગા થાય એટલે પૈસાની મજબૂતી વધે.
આવી રીતે આપણે કહી શકીએ કે રૂપિયો રૂપિયાને ખેંચે છે.
અમીર વ્યક્તિ હજુ વધારે અમીર થાય છે.
આનો પણ એક સાધારણ અર્થ એ છે કે કોઈ વ્યક્તિ છે જે ગરીબ છે અને તેને પોતાની મેહનત અને લગનથી પૈસાને એક રમત બનાવી દીધી.
એટલે કે પૈસા કમાવવા એ વ્યક્તિ માટે ખેલ થઈ ગયો. સીધો અર્થ તેને પૈસાને કમાવવાનો રસ્તો ક્રેક કરી નાખ્યો. તો હવે તમે વિચારો કે તેને હવે પૈસા કમાવવાનો રસ્તો ખબર છે તો તે હજુ કેટલો વધારે અમીર બનશે.
તે હવે પોતાના મગજમાં પણ અમીર છે અને તે હવે વધારે અમીર જ બનવાનો.
વોરેન બફેટનું કહેવું છે કે જો મારી પાસે બધુ જ ખાલી થાય તો પણ મને કોઈ ટેન્શન નથી કારણ કે મે પૈસાને પૂરી રીતે સમજી લીધું છે અને હવે આ પૈસા બનાવવા મારા માટે ખેલ છે.
વોરેન બફેટ એટલા માટે આવું કહે છે કે તેમણે પૈસાને ક્રેક કરી લીધું છે એટલે કે પૈસાના નિયમ તેમણે ખબર છે અને તે રસ્તા પર પણ આવી જાય તો પણ તે પૈસા બનાવી શકે છે.
આવી રીતે આપણે કહી શકીએ અમીર વધારે અમીર થાય છે અને રૂપિયો રૂપિયાને ખેંચે છે.