દેશમાં કેટલાય જીવદયા પ્રેમીઓ આ જ વાત વર્ષોથી કહે છે અને વગર advertisement પાણીની પરબો બંધાવે છે, પક્ષીને ચણ નાખે છે અને પાણીનાં કુંડા મૂકે છે….
પણ શું?
પણ ફકત જેકલીન ફર્નાન્ડીઝનું સત્કર્મ છાપામાં પ્રગટ થાય છે કારણ કે પાણીનાં તગારા સાથે ડ્રેસ મેચ થાય છે, મોહક સ્મિત રેલાય છે , સમરનો cool dress લહેરાય છે …. આવું સત્કર્મ છેલ્લે ક્યારેય ઇતિહાસમાં નોંધાયું નથી.
By the way, આ જેકલીને એક મસ્ત પક્ષી પાડ્યું છે જે અત્યારે તિહાર જેલમાં એનાં લોહીથી ( લોહી બાળીને) આ બહેનને love letter લખે છે. એક ફોટોશૂટ love letter ની સાથે મેચિંગ ડ્રેસમાં હો જાય તો દિવ્ય ભાસ્કર જેવાં અખબારોની પૂર્તિ ઓર રંગીન બની શકે છે.
તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર