જાણો તથ્ય પટેલ નું શું થયું ?

A PLUS INFORMATION
0
નબીરા તથ્ય પટેલ ના કેસ ને કઈ રીતે ધીમે ધીમે નબળો પાડવામાં આવી રહ્યો છે તે સમજો.

એક્સિડન્ટ થયા બાદ એનો બાપ એને લઈ જાય છે અને પોલીસ ને જાણ કરીને એક રીતે પ્રોટેક્શન મેળવી લે છે. ત્યાં સુધી માં એની ઉપર જે પણ પહોંચ હશે ત્યાંથી પોલીસ ઉપર ફોન આવી ગયો હોય કે આપડા માણસો છે ધ્યાન રાખજો.

ત્યાર બાદ પોલીસ ઘટના ના રીકન્સ્ટ્રકશન માટે જાય છે અને મીડિયા સમક્ષ આટલા ગંભીર ગુના ના આરોપીઓ જાણે ક્લાસ ના તોફાની વિદ્યાર્થી હોય એમ ઉઠ બેસ કરાવે છે.

રાત્રે નબીરા સાહેબો ને સરકારી ભોજન આપવામાં આવે છે અને એની વિડિયોગ્રાફી કરીને જનતા ને મૂર્ખ બનાવમાં આવે છે કે પોલીસ સખત કામગીરી કરી રહી છે. પરંતુ મીડિયા ના કેમેરા માં એનો બાપ ખુરશીમાં પગ ઉપર પગ ચઢાવી ને બેસેલો ઝડપાઈ જાય છે, અને એના ઉપર થી સમજી શકાય કે પોલીસ કેટલી સખત છે. (હું એક સિવિલ એન્જિનિયર છું અને બે વર્ષ પહેલા બાંધકામ સાઈટ ને લગતી એક અત્યંત સામાન્ય બાબત માં પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને જાણે મે કોઈ ગંભીર ગુનો કર્યો હોય એમ મને આટલી સામાન્ય બાબત માં લોકઅપ પાસે નીચે બેસો એમ કહી દીધેલું એટલે મને યાદ આવ્યું કે સામાન્ય માણસ ને ક્યાં બેસાડે અને પહોંચેલા ને કેવી રીતે બેસાડે.)

ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ પોતે મીડિયા ને સ્ટેટમેન્ટ આપે છે કે એના મેડિકલ રિપોર્ટ માં એવી કોઈ ઇંજરી નથી કે જેનાથી એને તકલીફ થાય. તો પછી મેડમ શું કામ એ ICU માં છે એમ કહીને બચાવ કરવાની રણનીતિ ઘડવાનો સમય લીધો?

મિત્રો બે ત્રણ મહિના માં આ લંપટ બાપ નો નબીરો પાછો ખુલ્લેઆમ ફરતો થઈ જશે અને લોકોનો જીવ આમ જ લેતો રહેશે એટલે સરકાર પાસે અપેક્ષા રાખવી એ મૂર્ખતા સમાન છે કારણ કે સુરત માં અતુલ વેકરીયા ( જે અતુલ બેકરી નામે ધંધો પણ કરે છે) એ પણ આમ જ એક યુવતી ને અડફેટે લઈ ને મોત ને ઘાટ ઉતારી હતી અને આજે એ નબીરો પણ ખુલ્લો ફરે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)

Made with Love by

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ …
To Top